GujaratSaurashtra

ભાવનગર તોડકાંડ મામલે સી આર પાટીલે યુવરાજસિંહ જાડેજાને લઈને આપ્યું મોટું નિવેદન

ભાવનગર તોડકાંડ મામલામાં સતત નવી-નવી જાણકારી સામે આવી રહી છે. આ કેસમાં યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તેમના રિમાન્ડ સમાપ્ત થતા તેમને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. આ સિવાય આરોપી શિવુભાના પણ રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરી તેને પણ જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. તોડકાંડમાં યુવરાજસિંહ સહિત 6 આરોપીઓ રિમાન્ડ બાદ જેલ હવાલે કરવામાં આવ્યા છે. જ્યારે આ બાબતમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

ભાવનગર તોડકાંડ બાબતમાં યુવરાજસિંહ જાડેજાને લઈને સી. આર. પાટીલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા ‘યુવરાજસિંહ’ આ અલ્પવિરામ છે પૂર્ણવિરામ નથીના નિવેદન પર મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, ગુનેગારો ગમે એટલો બકવાસ કરે તેનો કોઈ અર્થ રહેલી નથી જ્યારે યુવરાજસિંહનો તોડકાંડનો મામલો હવે ઘસાઈ ગયો છે અને ઘસાઈ ગયેલા મામલામાં શું કહેવું? હાલમાં આ મામલામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

આ મામલામાં બિપિન ત્રિવેદી દ્વારા એક વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે આરોપો લગાવતા જણાવવામાં આવ્યું હતું કે, ડમીકાંડ માં નામ છુપાવવા માટે યુવરાજસિંહ દ્વારા કરોડો રૂપિયા લેવામાં આવ્યા છે. તેમણે વીડિયોમાં જણાવ્યું હતું કે, ‘પ્રદીપ નામના વ્યક્તિ દ્વારા મને જણાવવામાં આવ્યું હતું કે, યુવરાજસિંહ અવારનવાર મારું નામ લે છે, તેના લીધે પોલીસ મારા ઘરે આવતી રહે છે. તેના લીધે તમે લોકો વાત કરો છો. આ બાબતમાં યુવરાજ સિંહને પણ વાત કરી હતી. ત્યાર બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહ સાથે એક મીટિગ પણ કરી હતી. ત્યાર બાદ મારો બે વાગ્યાનો લેક્ચર હોવાથી હું ત્યાંથી હું ચાલી ગયો હતો. લેક્ચર પૂર્ણ થયા બાદ મને જાણવા મળ્યું કે, આ ડીલને ૫૫ લાખમાં કરવામાં આવી હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયેલા હતા. આ વખતે હું સાથે રહેલો નહોતો. તેમાં હું ક્યાંય પણ સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈ ને કીધું કે તેમાં મને ક્યાંય પણ સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલતું રહેશે. યુવરાજસિંહના બે સાળા શિવુભા, કાનભા આ ડીલમાં જોડાયેલા હતા,

ડમીકાંડ બાબતમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ને ભાવનગર પોલીસ દ્વારા 19 એપ્રિલના પૂછપરછ માટે હાજર થવાનું જણાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ યુવરાજસિંહની તબિયત ખરાબ હોતા તેમને સમય માંગ્યો હતો. આ બાબતમાં યુવરાજસિંહ જાડેજાના પત્ની દ્વારા ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું હતું કે, ‘યુવરાજસિંહના સતત વધતા જતા ઉજાગરા, પરિવારની ચિંતા અને ડીહાઈડ્રેશનને કારણે તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. તે કારણોસર  SOG સમક્ષ તપાસમાં સહયોગ કરવા અને જવાબ રજૂ કરવા માટે ભાવનગર SOG ને મેઈલ કરીને લેખિતમાં સમય માંગવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા સમય આપી ફરીથી 21 તારીખના સમન્સ પાઠવવામાં આવ્યા હતા.

 

21 એપ્રિલના રોજ યુવરાજસિંહ પોલીસ સમક્ષ હાજર થયા હતા. તે દરમિયાન યુવરાજસિંહ અને તેમના માણસો ઓ દ્વારા પ્રદિપ બારૈયા અને પ્રકાશ દવે પાસેથી એક કરોડ જેટલી રકમ જબરદસ્તીથી કઢાવી લીધી હોવાનું પોલીસ તપાસમાં જાણકારી સામે આવી હતી. આ બાબતમાં યુવરાજ સિંહ અને અન્ય માણસો વિરુદ્ધ 21 એપ્રિલના મોડી સાંજ ના ભાવનગર ના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં તેમના સામે ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી.