સનકી પ્રેમીએ પ્રેમિકા અને પતિને ટક્કર મારીને કાર નીચે કચડી નાખતા પતિનું નીપજ્યું મોત
અરવલ્લી જિલ્લાથી એક દર્દનાક ઘટના સામે આવી છે. અરવલ્લીમાં પ્રેમ પ્રકરણમાં દર્દનાક અંત આવ્યો હોવાનું સામે આવ્યું છે. અરવલ્લી જિલ્લાના રાવતાવાડા ગામમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પૂર્વ પ્રેમી દ્વારા બાઇક પર જઇ રહેલા પતિ-પત્નીને ટક્કર મારી અકસ્માત સર્જવામાં આવ્યો હતો. જ્યારે અકસ્માત સર્જાતા મહિલાનો પતિ જમીન પટકાયો હતો અને તે ઈજાગ્રસ્ત પણ થયો હતો. પરંતુ તેનાથી આરોપી ધરાયો નહોતો મહિલાના પતિ પર બે વખત ગાડી ચડાવી દીધી હતી તેના લીધે મહિલાના પતિનું ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, શામળાજીના રાવતાવાડા ગામની સીમમાં પ્રેમ પ્રકરણમાં હત્યા કરવામાં આવી હોવાનુ સામે આવ્યું છે. ઘટનાને લઈને તમને જણાવી દઈએ કે, પૂર્વ પ્રેમી દ્વારા બાઈક પર જઈ રહેલા પતિ-પત્ની પર ઈકો ગાડી વડે ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે મહિલાના પતિનું કરુણ મોત નીપજ્યું છે. પૂર્વ પ્રેમી દ્વારા કાર વડે ટક્કર મારી અકસ્માત સર્જવામાં આવ્યો હતો ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મહિલાનો પતિ બાઈક પરથી જમીન પર પડી ગયો હતો.
એવામાં પૂર્વ પ્રેમી દ્વારા ગાડીની ટક્કર મારતા બાઈક પરથી પતિ-પત્ની નીચે પટકાયા હોવા છતાં પણ પ્રેમી દ્વારા મહિલાના પતિ પર ફરી બે વખત કાર ચડાવી દેવામાં આવી હતી. તેમ છતાં આ ઘટનામાં મહિલાના પતિનું મોત થતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમજ શામળાજી પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી શરુ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે.