GujaratSaurashtra

બનાસકાંઠાના દાંતામાં હીંચકે ઝૂલતા લાગ્યો કરંટ, ત્રણ પૈકી બે માસૂમ બાળકીઓનાં મોત

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોરડુંગરા ગામ થી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ગામની  મોરડુંગરા પ્રાથમિક શાળાના મેદાનમાં હીંચકે ઝૂલતી ત્રણ સગી બહેનો ને કરંટ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં બે બહેનોના કરુણ મૃત્યુ નીપજ્યા છે જયારે ત્રીજી બહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાની જાણકારી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મોરડુંગરા પ્રાથમિક શાળાના મેદાનમાં આવેલા લોંખડ ના હીંચકા સાથે પાણીના પમ્પનું સ્ટાર્ટર બોર્ડ લગાવવામાં આવ્યું હોવાની જાણકારી સામે આવી છે. તેના લીધે લોખંડના હીંચકામાં વીજપ્રવાહ પ્રસરી ગયો હતો. તેના લીધે દરમિયાન હીંચકે ઝૂલતી ત્રણ સગી બહેનોને કરંટ લાગી ગયો હતો. તેના લીધે બે બહેનોના મૃત્યુ નીપજ્યા અને ત્રીજી બહેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.

તેની સાથે આ ઘટનામાં સૌથી આશ્ચર્યચકિત કરનારી વાત એ છે કે, આ ત્રણેય બાળકીઓ મોરડુંગરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી નહોતી. આ બાળકીઓને તેના માતા-પિતા સામાજીક પ્રસંગે મોરડુંગરા ગામમાં સાથે લઈને ગયા હતા.

આ ઘટનામાં દીવાબેન ડાભી (ઉંમર 6 વર્ષ) અને કરણીબેન ડાભી (ઉંમર 4 વર્ષ) નું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે નમ્રતાબેન ડાભી (ઉંમર 8 વર્ષ) આ ઘટનામાં ઈજાગ્રસ્ત થઈ છે. સાંધોશી ગામના પરિવારની આ ત્રણેય બાળકીઓમાં મોટી બાળકી હાલ હોસ્પિટલમાં સારવાર રહેલ છે. જ્યારે બે બાળકીઓના મૃતદેહને પીએમ અર્થે માંકડી સીએચસી ખાતે ખસેડાયા છે.