GujaratMehsanaNorth Gujarat

બિપોરજોય વાવાઝોડાને લીધે ઉત્તર ગુજરાતમાં પૂર આવ્યું, ધાનેરાના આલવાડા પાણી વહેણમાં આઠ લોકો ફસાતા રેસ્ક્યુ કરાયા

બિપોરજોય વાવાઝોડાનો કહેર હજુ પણ ગુજરાત પર જોવા મળી રહ્યો છે. કચ્છ સૌરાષ્ટ્રમાં તબાહી મચાવ્યા બાદ હવે વાવાઝોડાની કહેર ઉત્તર ગુજરાતમાં દેખાઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઝડપી પવનની સાથે વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી તમામ તાલુકામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જ્યારે ગઈ કાલના અમીરગઢમાં 6.5 ઈંચ વરસાદ જોવા મળ્યો હતો. જ્યારે પાટણથી લઈને પાલનપુરમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. એવામાં ધાનેરાના આલવાડા ગામના વહેણમા મોડી રાત્રીના આઠ લોકો ફસાઈ ગયા હતા. ત્યાર બાદ રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

બિપોરજોય વાવાઝોડાના લીધે દક્ષિણ રાજસ્થાનમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનમાં ભારે વરસાદના લીધે રેલ નદીમાં પૂર આવી ગયું છે. એવામાં રેલ નદીના પટમાં ધાનેરાના આલવાડા ગામના વહેણમાં મોડી રાત્રીના આઠ લોકો ફસાઈ ગયા હતા. ધાનેરાના આલવાડા ગામના વહેણમા મોડી રાત્રીના આઠ લોકો ફસાઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, આલવાડાના વહેણમાં ઇકો ગાડીમાં ચાર લોકો અને બોલેરો ગાડીમાં ચાર લોકો ફસાઈ ગયા હતા. જેમાં સાત લોકોને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે જ્યારે ઇક્કો ગાડીના ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ત્રણ લોકોનું આલવાડા ગામના લોકો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું અને ચાર લોકોનું NDRF ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ભારે વરસદના લીધે ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીના વહેણ શરુ થઈ ગયા હતા. અત્યાર સુધી ૧૧ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. બનાસકાંઠા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક ધાનેરાની મુલાકાતે આવી ગયા છે.