બિપોરજોય વાવાઝોડાનો કહેર, અંબાજીમાં રોડ બંધ, થરાદમાં ભારે વરસાદે મચાવી તબાહી
બિપરજોય વાવાઝોડા ટકરાવ્યા બાદ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ બન્યો છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં વાવાઝોડાના લીધે બે દીવસ વરસાદી માહોલ રહેશે. તેની સાથે ગઈ કાલ રાત્રીના પાટણ જિલ્લાના પાલનપુર, સમી, થરા, હારીજ, ચાણસ્મામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ સિવાય બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ બન્યો છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, થરાદ, વાવ અને દિયોદરમાં ભારે વરસાદે ભારે તબાહી મચાવી છે. વરસાદના લીધે અનેક વૃક્ષો ધરાશાઈ પણ થયા છે. તેની સાથે
તેની સાથે રાજસ્થાનના ઉપરવાસમાં વરસાદી માહોલના લીધે બનાસ નદીનો જળસ્તર વધ્યો છે. જ્યારે આબુરોડ સુધી બનાસ નદીનાં નીર પહોંચી આવ્યા છે. તેના લીધે પાલનપુર-અંબાજી હાઇવે પર પાણી ભરાયા છે આ કારણોસર વાહનચાલકો માટે મુશ્કેલી ઉભી થઈ છે. પાલનપુરથી અંબાજી અને દાંતા તરફથી વાહનચાલકો રિટર્ન પરત આવી રહ્યા છે. જ્યારે ડીસા-થરાદ રોડ પર આવેલા કોલ્ડસ્ટોરેજનાં પતરા ઊડીને 100 ફૂટ દૂર જઈને પછડાયા છે.
જ્યારે થરાદમાં છેલ્લા બે ત્રણ દિવસથી વરસી રહ્યો છે. એવામાં ગઈ કાલના પવનની ગતિ 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાતા અને વરસાદ વધી જતાં લોકો મુશ્કેલીમાં વધારો થયો હતો. આ વરસાદી તોફાનના લીધે કેટલીક દુકાનોના સેડના પતરાઓ ઉડી ગયા છે અને વીજપોલ અને ટેલીફોન પોલ પણ તુટી ગયેલા છે. બસ સ્ટેશન પાસે એક ઝાડ તુટતા રસ્તાના માર્ગ બંધ થઈ ગયો હતો. થરાદ ડીસા હાઇવે, રેફરલ ચાર રસ્તા, ટેલીફોન એક્સચેન્જ પાસે તેમજ બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.