બિપોરજોય વાવાઝોડાને લઈને આવ્યા મોટા સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડાએ ફરી દિશા બદલી નાખી છે. પાકિસ્તાન તરફ જઈ રહેલ વાવાઝોડું હવે ગુજરાત તરફ આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં અવાયું છે કે, ફરી એક વખત સાયક્લોન બિપરજોય દ્વારા પોતાની દિશા બદલી નાખવામાં આવી છે. હાલ દિશા બદલાતા સાયક્લોન ગુજરાત કાંઠે ટકરાય એવી તેવી શક્યતા રહેલી છે. દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉદભવેલુ બિપરજોય વાવાઝોડું ચક્રવાતમાં ફેલાયું છે. સાયક્લોન બિપરજોય સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી હાલની સ્થિતિ મુજબની શક્યતા રહેલી છે. હવે બિપોરજોય વાવાઝોડું 15 જૂન બપોર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કાંઠે ટકરાઈ તેવી શક્યતા રહેલી છે.
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ દરિયાકાંઠા માટે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. હાલમાં બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 480 કિલોમીટર અને દ્વારકાથી 530 કિલોમીટર જ્યારે કચ્છના નલિયાથી 610 કિમિ દૂર રહેલું છે. જે દર્શાવે છે કે, તે હવે ગુજરાત તરફ આવી રહ્યું છે. હાલ હવામાન વિભાગ અને રાજ્ય સરકાર વાવાઝોડાની સતત બદલાતી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ જાણકારી મુજબ, વાવાઝોડા દ્વારા વિકરાળ સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું છે. તેના લીધે હવે ગુજરાત પર ખતરો વધી ગયો છે.
જ્યારે વાવાઝોડાની આગાહી બાદ જિલ્લા મહેસુલી અધિકારીઓ રાઉન્ડ ધ કલોક કંટ્રોલમાં ફરજ પર રહેલા છે. જિલ્લા પ્રસાશન દ્વારા દરિયાકાંઠાના ગામોમાં લોકોને કુદરતી આફતને લઈને સચેત રહેવાનું કહેવામાં આવી રહ્યું છે. ખંભાળીયા તાલુકાના દરિયાકાંઠાના ગામોમાં ખાસ કરીને નિચાણવાળા વિસ્તારોમાં વધુ અસર જોવા મળી શકે છે. તેના લીધે 200 થી વધુ લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે.