AhmedabadGujarat

હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને વધુ એક આગાહી કરવામાં આવી છે. જ્યારે રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી વરસાદની ગતિમાં વધારો જોવા મળશે. બે દિવસ બાદ રાજ્યભરમાં વરસાદી માહોલ બનશે. સૌરાષ્ટ્ર કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તેની સાથે રવિવારના રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. તેની સાથેવલસાડ, નવસારી, ડાંગ, નર્મદા અને છોટાઉદેપુરમાં છુટોછવાયો વરસાદરહેવાનો છે. બંગાળની ખાડીમાં લો પ્રેસર સિસ્ટમ સર્જાવાના લીધે વરસાદી માહોલ બન્યો છે. ગાંધીનગર, વલસાડ, નર્મદા અને દાહોદમાં સિઝન કરતા ઓછો વરસાદ વરસ્યો છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં હાલ પવનની અસર દેખાઈ રહી છે. 21 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. તેની સાથે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદની શક્યતા રહેલી છે. આગામી દિવસોમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે  

તેની સાથે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં લાંબા સમયથી વરસાદ દ્વારા વિરામ લેવામાં આવતા ખેડૂતો દ્વારા હવે વરસાદની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. મગફળી, કપાસ, સહિતના પાકમાં હાલ પાણીની જરૂરિયાત રહેલી છે. તેના લીધે ખેડૂતો માટે આ રાહતરૂપ આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં છુટોછવાયો તો ભારે વરસાદ જોવા મળવાની આગાહી કરી છે.