
બાગેશ્વર બાબનો આજથી બે દિવસ માટે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબાર યોજાવાનો છે. ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજકોટ ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં પત્રકાર પરિષદને સંબોધી હતી. જેમાં તેમણે ધ રાષ્ટ્ર તેમજ સનાતન ધર્મની વ્યાખ્યા અંગે જણાવ્યું હતું. તેમજ તેમણે કહ્યું કે તેમણે આજ સુધીમાં ક્યારેય પણ VVIP કે VIP દરબાર લગાવ્યો નથી અને ક્યારેય લગાવીશ પણ નહીં.
વધુમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે, આજ સુધી મારો VVIP કે VIP દિવ્ય દરબાર લાગ્યો નથી અને ક્યારેય એવો દરબાર લાગશે પણ નહીં. સ્વયંસેવકો અને સેવાદારોને સીતારામ કહેવા માટે અમે ચોક્કસથી અલગથી કોઈ નિર્ધારિત સ્થાન પર મળતા હોઈએ છીએ.પરંતુ કોઈ આયોજકો જો VVIP કે VIP દરબારનું વીવીઆઈપી કે વીઆઈપી દરબારનું આયોજન કરતા હોય તો તે આયોજકો મૂર્ખ છે.
તમને જણાવી દઈએ કે, ધીરેન્દ્ર શાસ્ત્રી દાવો કરે છે કે તેમનો કોઈ વવીપ કે VIP દરબાર લાગતો નથી. પણ હકીકત એ છે કે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આજે અને કાલે એમ બે દિવસ સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના કાર્યક્રમમાં વીઆઇપી પાસ રાખવામાં આવ્યા છે અને તેના સોશિયલ મીડિયામાં તેના ફોટા પણ વાયરલ થયા છે.

