ડીસા-પાટણ હાઈવે પર કારચાલકે બાઈક અને દર્શનાર્થે જનાર રાહદારીને અડફેટે લીધા, યાત્રીકનું ઘટનાસ્થળ પર મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટાવધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતમાં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતારહે છે. ત્યારે વધુ એક અકસ્માત ડીસા-પાટણથી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ડીસા-પાટણ હાઈવે પર ખરડોસણ ગામના પાટીયા નજીક કારચાલક દ્વારા બાઈક પર સવાર બે લોકો અને દર્શનાથે જતા યાત્રીકોની અડફેટે લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં એક વ્યક્તિ મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તેના લીધે ઘટનાસ્થળ પર તંગદીલ વાતાવરણ સર્જાઈ ગયું હતું.
તમને જણાવી દઈએ કે, ડીસા-પાટણ હાઇવે ખરડોસણ ગામના પાટીયા નજીલ પાટણ તરફથી આવી રહેલી નેનો કાર ફૂલ ઝડપે આવી રહી હતી. તે સમયે કારચાલક દ્વારા રસ્તામાં ચાલતા જતા એક પગપાળા યાત્રિકને અડફેટે લેવામાં આવ્યા હતા. જ્યારે બેફામ બનેલા કારચાલક દ્વારા યાત્રિકની સાથે બાઇકને પણ ટક્કર મારવામાં આવતા બાઈક સવાર બંને વ્યક્તિઓ રોડ પટકાયા હતા. તેના લીધે બંને યુવકને ગંભીર ઈજા પહોંચી હતી.
જ્યારે અકસ્માતમાં યાત્રિકનું ઘટનાસ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. આ અંગેની જાણકારી મળતા ડીસા તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. તપાસ કરતા મૃત્યુ પામેલા 50 વર્ષીય લેબાભાઈ દેવાભાઈ રબારી ગોગા મહારાજના દર્શનાર્થે જતા હોવાનું સામે આવ્યું હતું. આ મામલામાં ફરાર નેનો કારચાલક સામે ગુનો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.