અમદાવાદ શહેરમાં ગાયકવાડ હવેલી ખાતે આવેલ ક્રાઇમ બ્રાન્ચ કચેરીની આર્થિક ગુના નિવારણ શાખા-EOW ના ગેટ નજીક એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલામાં સતત નવા-નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ યુવતીની વાત કરીએ તો વૈશાલી જોશીની ઉંમર 32 વર્ષ રહેલી હતી અને તે ડોક્ટર રહેલ હતી અને શિવરંજની પાસે PG માં રહેવાનું સામે આવ્યું છે. ડો. વૈશાલી મહીસાગર જિલ્લાના બાલાસિનોર પાસેના વિરપુર ગામની વતની હોવાની જાણકારી સામે આવી છે.
તેમના જણાવી દઈએ કે, આ યુવતી અને ક્રાઇમ બ્રાન્ચની EOW શાખામાં ફરજ બજાવનાર પી. આઈ. બી. કે. ખાચર છેલ્લા ચાર વર્ષથી એકબીજાના પ્રેમસંબંધ રહેલા હતા. તેમ છતાં પી. આઈ. ખાચર દ્વારા સંબંધો ઓછા કરી નાખવામાં આવ્યા હતા. એવામાં યુવતી વૈશાલી જોશી તેમને મળવા ક્રાઇમ બ્રાન્ચની EOW શાખા આવી હતી અને ત્યાં જ તેના આપઘાત કરી લેવામાં આવ્યો હતો.
જાણકારી મુજબ, ક્રાઈમ બ્રાંચમાં આવેલા વસંત રજબ સ્મારક નજીકના બાકડા પર બુધવારના રોજ સાંજના સમયે એક મહિલા બેભાન હાલતમાં મળી આવી હતી. ત્યાર બાદ પોલીસના સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવતા તેની પાસે ઈન્જેક્શન મળી આવતા કઈક શંકાસ્પદ જાણવા મળ્યું હતું. તેની તાત્કાલિક 108 ના સ્ટાફને જાણ કરવામાં આવતા તપાસ કરવામાં આવતા મહિલા મૃત હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ યુવતીની આપઘાત બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં યુવતી પાસેથી એક ડાયરી અને 1 પાનાની સ્યુસાઈડ નોટ મળી આવી હતી. આ સ્યુસાઈડ નોટમાં ઘણી આશ્ચર્યચકિત બાબતો સામે આવી હતી.
સ્યુસાઈડ નોટમાં સામે આવ્યું હતું કે, ડો. વૈશાલી જોશી અને પી. આઈ. બી. કે. ખાચર વચ્ચે થોડા સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો. તેના લીધે તે સતત ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. સ્યુસાઈડ નોટમાં તેમણે જણાવ્યું હતું કે, “મારી સાથે ઈમોશનલ ગેમ થઈ ગયેલ છે, પરિવાર મને માફ કરજો.” તેની સાથે ડો.વૈશાલી દ્વારા પોતાના મોત મામલે પી. આઈ. ખાચરને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. સ્યુસાઈડ નોટમાં તેણે ઈચ્છા વ્યક્ત કરી છે કે તેના અંતિમ સંસ્કાર પી. આઈ. ખાચર દ્વારા કરવામાં આવે.
તેની સાથે આ ઘટના બાદ પી. આઈ. બી. કે. ખાચર ગુમ થયેલ છે. જાણકારી અનુસાર, પી. આઈ. બી. કે. ખાચર પરણિત છે અને તેમને સંતાન પણ રહેલ છે. તે 2010 ની બેન્ચના પી. આઈ. રહેલ છે. ક્રાઇમ બ્રાન્ચની EOW શાખા પહેલા તેઓ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં રહેલા હતા. આ કેસમાં હજુ પણ વધુ ખુલાસાઓ સામે આવે તેવી શક્યતા રહેલી છે.