GujaratMehsanaNorth Gujarat

કૂતરા પાળનારાઓ થઈ જજો સાવધાન, નહિ તો તમને પણ થઈ શકે છે આ બીમારી

કુતરા પાળવાના શોખ ધરાવતા લોકોએ હવેથી સાવધાન થઇ જવાની જરૂર છે. આ સમાચાર જાણ્યા પછી તમે કદાચ કુતરા પાળતા પહેલા 100 વાર વિચાર કરશો. મહેસાણા જિલ્લાના વિસનગરના કમાણા નામના ગામમાં કૂતરા પાળવાને કારણે એક વ્યક્તિને હાઇડેટીડ ડિસીઝ ઓફ લીવર એટલે કે લીવરમાં ગાંઠ થઈ જતા તેણે હવે ઓપરેશન કરાવવાની સ્થિતિ ઉભી થઇ હતી.

ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કમાણા નામના ગામે વસવાત કરતા 45 વર્ષની ઉંમરના ચાવડા અશોકભાઇ હરગોવનભાઇને ઉલટી, ઉબકા અને પેટમા સખત દુ:ખાવો રહેવાથી તેઓ નૂતન જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. ત્યાં હાજર તબીબે દર્દીની તપાસ કરતા તેમની બીમારી ગંભીર હોવાનું જણાયું હતું. તેથી સર્જરી વિભાગના વડા એવા પ્રખ્યાત ડૉ.કે.જી. પટેલ, અને નામાંકિત સર્વે ડૉક્ટરોની ટીમ દ્વારા અશોકભાઇના જરૂરી કેટલાક રિપોર્ટ કરાવ્યા હતાં જેમાં સામે આવ્યું કે કૂતરાની લાળને કારણે લાખોમા એકાદ વ્યક્તિને થતી હાઇડેટીડ સિસ્ટની ગંભીર બીમારી અશોકભાઈને થઈ છે. અશિકભાઈને લીવરના ભાગમાં 87x52x72 mmની મોટી ગાંઠ થઇ જતા ડોકટરોએ ઓપરેશન કરીને આ ગાંઠને દૂર કરી હતી.

તમને જણાવી દઈએ કે, અશોકભાઇ તેમના પાળેલા કુતરાને ખોરાક ખવડાવતા, દૂધ પીવડાવતા તેમજ ખૂબ લાડ લડાવી તેને સાચવતા હતા. તે દરમિયાન અશોકભાઈને પેટમાં ધીરે ધીરે કુતરાના લારવા પહોચવા લાગ્યા હતા. જેને કારણે તેમને ગંભીર બીમારી લાગુ પડતા લીવરમાં ગાંઠ થઈ ગઈ હતી. ત્યારે સર્જરી વિભાગના નિષ્ણાંત સર્જન ડૉક્ટર્સની ટીમ દ્વારા વિસનગર નૂતન જનરલ હોસ્પિટલમાં અશોકભાઈનું ઓપરેશન કરીને આ ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ને દર્દીનો જીવ બચો ગયો હતો.