GujaratAhmedabad

ડો. વૈશાલી જોશી આપઘાત કેસ : પી. આઈ બી. કે ખાચરે અમદાવાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં મહિલા ડોક્ટર ના આત્મહત્યા કેસ ને લઈને મોટી જાણકારી સામે આવી છે. આ કેસ બાબતમાં ધરપકડથી બચવા માટે પી.આઈ બી.કે ખાચર દ્વારા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે. આર્થિક ગુના નિવારણ શાખા ના પી.આઈ બી.કે ખાચર સામે 306 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, તેમના આગોતરા જામીન માટે સેશન્સ કોર્ટ મા સુનાવણી હાથ હરાઈ હતી. આ અરજીમાં મોત પામનારને કાયદેસરની સહાય મેળવવાની જરૂરિયાત હોવાના લીધે સંપર્કમાં આવી હોવાનું તેમજ સલાહ અને સહાય બાદ પણ યુવતી દ્વારા સતત સંપર્ક ચાલુ રાખવાની રજુઆત બી.કે ખાચર દ્વારા કરવામાં આવી છે. જ્યારે બી  કે ખાચર નો ઉદ્દેશ્ય શરૂઆતથી માત્રને માત્ર કાયદાકીય માર્ગદર્શન પુરૂ પાડવાનો હોવાનો અરજીમાં ખુલાસો કરાયો છે.

તમને જણાવી દઈએ કે, બી કે ખાચરને પરિવારમાં પત્ની અને બે દીકરા તથા એક દિકરી હોવાના લીધે તપાસમાં સહકાર આપવાની રજૂઆત ની સાથે સંબંધિત કેસમાં જો આગોતરા મળે તો સંપૂર્ણ પણે તપાસમાં સહકાર ની બી કે ખાચર દ્વારા આપવામાં આવી છે. આ કેસને લઈને આગામી સુનાવણી 27 માર્ચના રોજ હાથ ધરવામાં આવશે..તેમ છતાં હાલમાં બી.કે ખાચર ક્યા છે તેની હજુ સુધી કોઈ જાણકારી સામે આવી નથી.