ડો. વૈશાલી જોશી આપઘાત કેસને લઈને થયો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, આપઘાત પહેલા…..
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં મહિલા ડોક્ટર ના આપઘાત કેસમાં ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવતા આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે. એવામાં શુક્રવારના રોજ પોલીસ દ્વારા ઇકોનોમિક ઓફેન્સ વીંગના સ્ટાફના નિવેદન નોંધવાની સાથે ક્રાઇમ બ્રાન્ચના સીસીટીવી પણ જપ્ત કરવામાં આવ્યા હતા. જેમાં મૃતક વૈશાલી જોષી આપઘાત પહેલા ચાર દિવસ અગાઉ સતત આવતી હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે પીઆઇ બી. કે. ખાચર ફરાર રહેલા છે. તેમને શોધવા માટે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
ડોક્ટર વૈશાલી જોષી આપઘાત કેસમાં ક્રાઇમ બ્રાન્ચના ઇકોનોમિક્સ ઓફેન્સ વીંગના પીઆઇ બી. કે. ખાચર સામે આપઘાત કરવા માટે દુષ્પ્રેરણાનો ગુનો ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા દાખલ કરવાની સાથે આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે. એવામાં શુક્રવારના પોલીસ દ્વારા પીઆઇ ખાચર સાથે કામ કરતા સ્ટાફના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. તેની સાથે ઇકોનોમિક્સ ઓફેન્સ વીંગની ઓફિસ અને ક્રાઇમ બ્રાન્ચના બહારના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવામાં આવ્યા હતા.
તેની સાથે પોલીસને પીઆઇ ખાચર સાથે ફરજ બજાવનાર સ્ટાફની પૂછપરછમાં સામે આવ્યું છે કે, મૃતક વૈશાલી જોષી આપઘાત કરતા પહેલા ત્રણથી ચાર દિવસ પીઆઇ ખાચરને મળવા માટે ઓફિસે પણ આવી હતી. તેમ છતાં પીઆઇ ખાચર દ્વારા તેને મળવાનો ઇનકાર કરી દીધો હતો. તેની સાથે એક વખત ફોન પર ઝઘડો પણ કરવામાં આવ્યો હતો.
તેની સાથે ડોક્ટર વૈશાલી જોષી આપઘાત કેસમાં મૃતકની ડોક્ટરની બહેન કિંજલ દ્વારા પીઆઇ બી.કે. ખાચર સામે IPC કલમ 306 હેઠળ ગુનો દાખલ કરવામાં માટે ફરિયાદ કરવામાં આવી હતી. આ સંદર્ભમાં ગાયકવાડ હવેલી પોલીસ દ્વારા PI સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેની સાથે આ કેસના આરોપી પીઆઇ બી. કે. ખાચરની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં ગાયકવાડ હવેલી ખાતે આવેલ ક્રાઇમ બ્રાન્ચ કચેરીની આર્થિક ગુના નિવારણ શાખા-EOW ના ગેટ નજીક વૈશાલી જોશીનો મૃતદેહ મળી આવ્યો હતો. વૈશાલી જોશીની ઉંમર 32 વર્ષ રહેલી હતી અને તે ડોક્ટર રહેલ હતી અને શિવરંજની પાસે PG માં રહેતી હતી. ડો. વૈશાલી મહીસાગર જિલ્લાના બાલાસિનોર પાસેના વિરપુર ગામની વતની છે.
તમને જણાવી દઈએ કે, આ યુવતી અને ક્રાઇમ બ્રાન્ચની EOW શાખામાં ફરજ બજાવનાર પી. આઈ. બી. કે. ખાચર છેલ્લા ચાર વર્ષથી એકબીજાના પ્રેમસંબંધ રહેલા હતા. તેમ છતાં પી. આઈ. ખાચર દ્વારા સંબંધો ઓછા કરી નાખવામાં આવ્યા હતા. એવામાં યુવતી વૈશાલી જોશી તેમને મળવા ક્રાઇમ બ્રાન્ચની EOW શાખા આવી હતી અને ત્યાં જ તેના આપઘાત કરી લેવામાં આવ્યો હતો.
સ્યુસાઈડ નોટમાં તેમણે જણાવ્યું હતું કે, “મારી સાથે ઈમોશનલ ગેમ થઈ ગયેલ છે, પરિવાર મને માફ કરજો.” તેની સાથે ડો.વૈશાલી દ્વારા પોતાના મોત મામલે પી. આઈ. ખાચરને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. સ્યુસાઈડ નોટમાં તેણે ઈચ્છા વ્યક્ત કરી છે કે તેના અંતિમ સંસ્કાર પી. આઈ. ખાચર દ્વારા કરવામાં આવે.