India

heart attack: ચાલુ બસમાં ડ્રાઈવરને હાર્ટ એટેક આવતા 5 ને કચડ્યા, 3ના મોત

Driver suffers heart attack in bus

ગ્રેટર નોઈડામાં રોડવેઝ બસ ચલાવતી વખતે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી 30 મુસાફરોથી ભરેલી બસ બેકાબુ થઈ ગઈ અને આગળ જઈ રહેલા 5 બાઈકરોને કચડી નાખ્યા. અકસ્માતમાં 3ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એકની હાલત નાજુક છે.મુસાફરોએ કોઈક રીતે બસને રોકી હતી. ડ્રાઈવરને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેની હાલત નાજુક છે.

દુર્ઘટના બપોરે 12.20 કલાકે દનકૌર રેલવે સ્ટેશન નજીક મંડી શ્યામ નગરના પુલ પાસે બની હતી. અકસ્માત સમયે બસની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક હતી. અકસ્માત બાદ મૃતકના પરિજનોએ નોઈડા-લખનૌ હાઈવે બ્લોક કરી દીધો હતો. પોલીસે તેમને સમજાવીને શાંત પાડ્યા હતા. રોડવેઝ બસ બુલંદશહર ડેપોની છે.

આ પણ વાંચો: Attack on Parliament House: સંસદમાં ચાલુ સત્ર દરમિયાન હુમલો, 2 વ્યક્તિઓ સંસદ ભવનમાં અંદર ઘૂસ્યા, દિગ્ગજ નેતાઓના જીવ અદ્ધર

આ પણ વાંચો: Vitamin B12 ની ઉણપથી શરીરની હાડકાની રચના નબળી પડી જાય, ચહેરા પર દેખાય આવા લક્ષણો

રોડવેઝ બસ બુલંદશહર ડેપોની છે. અકસ્માત સમયે બસ નોઈડાથી બુલંદશહર જઈ રહી હતી. ડનકૌર રેલ્વે સ્ટેશન પાસે અચાનક ડ્રાઈવર બ્રહ્મ સિંહને છાતીમાં દુખાવો થયો અને બસ પરનો કાબૂ ગુમાવ્યો. બસે બે બાઇકને ટક્કર મારી અને કચડી નાખ્યા, પછી મુસાફરોનું ધ્યાન ડ્રાઇવર તરફ ગયું. તેણે જોયું કે ડ્રાઈવર બેભાન હતો. કેટલાક મુસાફરોએ કોઈક રીતે બસને બ્રેક લગાવી હતી.