GujaratAhmedabad

ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો જાણી લો આ સમાચાર, ઈ-મેમોના નિયમોમાં કરાયા ફેરફાર

રાજ્ય સહિત ભારતમાં માર્ગ સલામતીની ઉજવણી કરાઈ રહી છે. તેને લઈને ગુજરાત સરકાર દ્વારા સરકાર દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે સખ્ત પગલા ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારને મોબાઈલ નંબર પર SMS દ્વારા ઈ- ચલણ મળી જશે. આ ચલણ 135 દિવસમાં ભરવાનો સમય અપાશે. જ્યારે આ સમયગાળા દરમ્યાન તે વ્યક્તિ દ્વારા ઈ-ચલણ ભરવામાં આવશે નહીં તો તેની સામે કોર્ટ કાર્યવાહી સાથે જેલની સજા પણ તેને થઈ શકે છે.

તેની સાથે તા. 15 જાન્યુઆરીથી લઈ 15 મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે. તેને લઈને અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તેના માટે NIC  ના સહયોગથી ‘વન નેશન, વન ચલણ પ્રોજેક્ટ’ હેઠળ ટ્રાફિક નિયમ ભંગ કરનાર માટે ઈ-ચલણ એપ્લિકેશન પણ જાહેર કરાઈ છે.

આ સિવાય હવે ટ્રાફિક નિયમના ઉલ્લંઘનમાં 34 ગુનાઓને બદલે 20 ગુનાઓમાં જ ઈ ચલણ મોકલવામાં આવશે. જેમાં બસના ફૂટ બોર્ડ પર ઉભા રહેવા માટે ઓટો મેટિક ઈ ચલણ નીકળશે નહીં. તેમજ ડાર્ક ફિલ્મ ગ્લાસ, ફોર વ્હીલમાં ડ્રાઈવર સીટ પર એકથી વધુ પેસેન્જર બેસાડવાને ઈ-ચલણ મળશે નહીં. તેની સાથે  ફેન્સી નંબર પ્લેટ, રિક્ષામાં વધુ પેસેન્જર માટે હવે ઈ-ચલાન નહીં હોય. આ તમામ લોકોને ટ્રાફિક પોલીસ દ્વારા ઈ-ચલણ મેન્યુઅલી આપી દેવાશે.