GujaratAhmedabad

અમદાવાદ એરપોર્ટ ના કાર્ગો કોમ્પ્લેક્સ માંથી અધધધ રૂપિયા નું ઝડપાયું ડ્રગ્સ

અમદાવાદથી ડ્રગ્સને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં એર કાર્ગો કોમ્પ્લેક્સ પરથી DRI દ્વારા કેટામાઈન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. DRI દ્વારા 25 કરોડની કિંમતનું 50 કિલો કેટામાઈન ડ્રગ્સ ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાણકારી મુજબ, ગાંધીનગર થી બેંગકોક અને થાઈલેન્ડ ડ્રગ્સ મોકલવામાં આવી રહ્યું હતું.

તેની સાથે તમને જણાવી દઈએ કે, હાઇડ્રોક્સિલિમાઇન હાઇડ્રોક્લોરાઇડ કેમિકલની આડમાં આ ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી હતી. ફોરેન્સિક સાયન્સ લેબના અધિકારીઓની હાજરીમાં કન્સાઈનમેન્ટ ની તપાસ કરવામાં આવી છે. FSL ની ટીમ દ્વારા કન્સાઈનમેન્ટ માં કેટામાઈન હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. NDPS એક્ટ હેઠળ ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે. તેની સાથે DRI દ્વારા ગાંધીનગર પોલીસ સાથે મળી  ફેક્ટરીમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં 46 કિલો શંકાસ્પદ પાવડર પણ જપ્ત કરાયો છે.

તમને જણાવી દઈએ કે, આ અગાઉ અમદાવાદમાં MD ડ્રગ્સની હેરાફેરી નો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. તે સમયે રૂપિયા 3.95 લાખની કિંમતના MD ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. શહેરના બાકરોલ સર્કલ પાસેથી ગુલામ દસ્તગીર ઘાંચી નામના આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપી દ્વારા રીક્ષામાં ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી રહી હતી.