અમદાવાદ પોલીસને લઈને એક વિવાદ સામે આવ્યો છે. અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશનથી મામલો સામે આવ્યો છે. અમદાવાદ શાહપુર પોલીસ સ્ટેશનના પીઆઇ તથા કર્મચારીઓથી હેરાન થયેલા વકીલાતના અભ્યાસ કરનાર વિદ્યાર્થી દ્વારા રિવરફ્રન્ટમાં આપઘાત કરવાનો વિડીયો બનાવી ચીમકી આપવામાં આવી છે. જ્યારે આ વિડીયો બનાવી વિદ્યાર્થી દ્વારા સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વકીલાતનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી દ્વારા શાહપુર વિસ્તારમાં ચાલતા ઇંગલિશ દારૂના સ્ટેન્ડ મુદ્દે વિરોધ ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારબાદ શાહપુર પોલીસ સ્ટેશનના પી.આઈ તથા અન્ય કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીને ત્રાસ આપવામાં આવતો હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.
તેની સાથે વિદ્યાર્થીના ઘરે મોડી રાત્રીના આવીને શાહપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેને ખોટા કેસમાં ધરપકડ કરતા હોવાનો આરોપ પણ વીડિયોમાં લગાવ્યો છે. વિદ્યાર્થી દ્વારા કોર્ટ સમક્ષ શાહપુર પીઆઇ વિરુદ્ધ અરજી પણ કરવામ આવી છે જે હાલ પેન્ડિંગ હોવાનું વીડિયોમાં કહ્યું છે.