SaurashtraGujaratRajkot

PSI ના ત્રાસના કારણે રાજકોટના યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું

રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આવો જ એક મામલો રાજકોટના લોધિકામાં મવડી વિસ્તારથી સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ દ્વારા પોલીસના ત્રાસથી આપઘાત કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તેની સાથે મૃતક દ્વારા પોલીસ પર આરોપ લગાવી વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો.

આ મામલામાં જાણકારી સામે આવી છે કે, વિરમગામ PSI ના ત્રાસથી આપઘાત કર્યાનો વીડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. PSI દ્વારા દારૂ કેસમાં રૂપિયા 10 લાખ માંગ્યા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. જ્યારે આ મામલામાં ન્યાય ન મળે ત્યાં સુધી પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરવામાં આવ્યો છે

મૃતક દ્વારા વિડીયોમાં જણાવવામાં આવ્યું છે કે, હું જે કરી રહ્યો છું તેના પાછળ કારણ એક જ કારણ છે તે વિરમગામના રૂરલમાં પોલીસવાળા પટેલ સાહેબ છે તેમના કારણે હું આપઘાત કરી રહ્યો છું. આજથી ચાર મહિના અગાઉ મારા દ્વારા રાજસ્થાનવાળા પાસેથી એક દારૂની પેટી લેવામાં આવી હતી. તે ભાઈ ક્યાંક પકડાયો હતો તેના લીધે તેને મારૂ નામ આપ્યું હતું. તેના દ્વારા મારી ઉપર આઠ પેટીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તે સમય મેં સેટિંગ માત્ર ત્રણ લાખ રૂપિયા પણ આપ્યા હતા. તેમ છતા તેમણે મારી ઉપર કેસ કરવામાં આવ્યો હતો અને જેલ ભેગો કરી દેવાયો હતો. એવામાં ફરી કોઈકનો માલ પકડાયો હશે તેના માટે પણ મને ફોન કરીને કહેવામાં આવ્યું કે, આ માલ પણ તારો છે અને તારે 10 લાખ રૂપિયા આપવા પડશે. વધુમાં તેમણે કહ્યું કે, પટેલ સાહેબ બધાને બાયડી છોકરા હોય છે જયારે કમિશનર સાહબે મારા પરિવારને ન્યાય મળે તેવી મારી વિનંતી છે.