GujaratJunagadhSaurashtra

કમોસમી વરસાદને પગલે ફળોના રાજા કેરીના પાકને પહોંચ્યું નુકશાન

આ વખતે ગમે ત્યારે કમોસમી વરસાદ પડવાને કારણે ઉનાળાની ઋતુમાં પણ ગરમી નથી લાગી રહી અને ઘણી વખત તો ચોમાસા જેવું જ લાગે છે. ઉનાળાની ઋતુમાં અત્યારસુધી અનેક વખત કમોસમી વરસાદ પડ્યો છે, ત્યારે ગતરોજ બપોરના સમય પછી જૂનાગઢ,કણજા અને વંથલી સહિતના વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાઇ જતા ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેને પગલે આંબાવાડીમાં રહેલ તમામ કેરીઓ ખરી પડી હતી.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સતત કમોસમક વરસાદ પડવાની પગલે ફળોના રાજા કેરીના પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. આ વર્ષે 60 ટકા જેટલો કેરીનો પાક આવ્યો હતો. પરંતુ સતત કમોસમી વરસાદ પડવાને કારણે કેરીનો પાક કરનાર ખેડૂતોના હાલ બેહાલ બન્યા હતા. હાલ તો ફળોના રાજા એવા કેરીના પાકની બજારમાં ખૂબ સારી આવક જોવા મળી રહી છે. પરંતુ આગામી દિવસમાં જો હજુ પણ આ રીતે કમોસમી વરસાદ પડવાનું ચાલુ રહેશે તો ફળોના રાજા એવા કેરીના પાકને ખૂબ વ્યાપક નુકશાન થઈ શકે છે. આ ઉપરાંત ચાલુ વર્ષે આંબાવાડીઓમાં રોગના લીધે પણ કેરીના પાકને ખૂબ નુકશાન પહોંચ્યું હતું.

નોંધનીય છે કે, સતત કમોસમી વરસાદ પડવાની કારણે માત્ર કેરીના પાકને જ નહિ પરંતુ ઉનાળુ પાકને પણ નુકશાન થયું છે. આ વખતે ઉનાળુ પાકમાં પણ રોગ આવી શકે છે. મગનો પાક હાલ સુકાવા લાગ્યો છે, જ્યારે બીજા ઉનાળુ પાકમાં પણ ઉત્પાદન ઘટી શકે તેમ છે. અવારનવાર પડતા કમોસમી વરસાદને પગલે જગતનો તાત ખેડૂત પણ ચિંતિત બન્યો છે.

તમને જણાવી દઈએ કે, ચાલુ વર્ષે સતત કમોસમી વરસાદ પડવાને કારણે ઉનાળો અને ચોમાસુ એમ મિશ્ર વાતાવરણ જેવો માહોલ ઉભો થયો છે. જેને કારણે ફળોના રાજા કેરીના પાકને ખૂબ ભારે નુકશાન પહોંચ્યું છે. અને ઘણા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. તો કેરીના રસિકો પણ આ વખતે વરસાદના કારણે કેરી ખાવામાં વિચાર કરી રહ્યા છે કેમ કે લોકોને ડર છે કે વરસાદના કારણે કેરીના પાકમાં રોગ લાગ્યો હોય શકે છે. ત્યારે હવે જક આ રીતે જ કમોસમી વરસાદ ચાલુ રહ્યો તો કેરીના પાકની સાથે સાથે ઉનાળુ પાકને પણ ખૂબ વધારે નુકશાન પહોચી શકે તેમ છે.