);});
VadodaraGujarat

વડોદરામાં શ્રીજી યાત્રામાં વિધર્મીઓએ કર્યો પથ્થરમારો, અનેક વાહનો તૂટ્યા

વડોદરામાં પથ્થરમારાની ઘટના બની હોવાના સમાચાર સામે આવ્યા છે. ગુરૂવાર રાત્રીના એટલે ૨૩ તારીખના રોજ વડોદરામાં શ્રીજીની આગમન યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.  શહેરના ગોરવા મધુનગર રોડ પર આ ઘટના ઘટી હતી. ડીજે સાથે વાજતે ગાજતે જતી શ્રીજીની આગમન યાત્રા પર વિધર્મીઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ જૂથ અથડામણ બાદ વડોદરા શહેર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.

જાણકારી અનુસાર, વડોદરાના ગોરવા મધુનગર રોડ પર શ્રીજીની આગમન યાત્રા નીકળવામાં આવી હતી. તે સમયે કેટલાક લોકો દ્વારા શ્રીજીની સવારી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો થતાં નાસભાગ મચી ગઈ હતી. બંને જૂથના ટોળા દ્વારા સામ-સામે પથ્થરમારો કરવામાં આવતા સ્થિતિ વધુ બગડી હતી. જૂથ અથડામણ દરેક અનેક વાહનોને પણ તોડવામાં આવ્યા હતા. ત્યાર બાદ સમગ્ર વિસ્તારમાં શાંતિ માહોલ બન્યો હતો.

તેમ છતાં આશ્ચર્યચકિત બાબત એ રહી છે કે, પોલીસનો બંદોબસ્ત હોવા છતા પથ્થરમારાની આ ઘટના ઘટી હતી. જ્યારે આ ઘટનાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચી આવ્યા હતા. ત્યાર બાદ સ્થળ પર સ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. ઘટના બાદ હાલમાં સમગ્ર વિસ્તારમાં શાંતિ જનક વાતાવરણ બન્યું છે.