Gandhinagar

વાહન ચેકીંગ દરમિયાન ઉત્તરપ્રદેશથી આવેલા બે ઇસમોના થેલામાંથી પોલીસને આ તો શું મળી આવ્યું…

ગાંધીનગર જિલ્લાનાં ચંદ્રાલા – હિંમતનગર હાઇવે રોડ આગમન હોટલની સામેની બાજુ પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન એક લકઝરી બસમાંથી બે ઈસમોને ચિલોડા પોલીસે ઝડપી પાડ્યા છે. ઉના ગામના એક શખ્સને ઉત્તરપ્રદેશથી આ બંને ઈસમો પિસ્ટલની ડીલીવરી આપવા માટે આવ્યા હતા. ત્યારે પોલીસે આ બંનેને ઝડપી પાડીને ગુનો દાખલ કર્યો છે તેમજ વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચંદ્રાલા ગામની સીમ ખાતે આવેલ આગમન હોટલની સામેની બાજુ ગાંધીનગર ચીલોડા પોલીસ મથકના પીઆઈ એ.એસ. અસારી સહિતની ટીમ હિંમતનગર તરફથી આવતા વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા. એ દરમિયાન તેમણે હિંમતનગર તરફથી આવી રહેલ શ્રી ક્રિષ્ના ટ્રાવેલ્સની એક બસને રોકીને ચેકીંગ હાથ ધર્યું હતું. બસના કંડકટર સાથે પૂછપરછમાં જાણવા મળ્યું કે આ બસ જયપુર રાજસ્થાનથી અમદાવાદ સુધીના રૂટની છે. બસમાં બેસેલા મુસાફરોના સામાનની પોલીસ તપાસ કરી રહી હતી તે દરમીયાન છેલ્લી સીટમાં નીચેની બાજુના સ્લીપર કોચમાં બેસેલ મુસાફરોની વર્તણૂક જોઈને પોલીસને તે લોકો શંકાસ્પદ લાગ્યા હતા. જેનાં પગલે પોલીસે વારાફરથી તે બન્ને ઇસમોની પૂછપરછ તેમજ તેમના સમાનની તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે, બંને ઇસમોમાંથી એકનું નામ સોનવીરસિંહ રણવીરસિંહ સૌદાનસિં ચૌધરી અને બીજાનું નામ અભિષેક તેમસિંહ રામસિંહ ચૌધરી છે. અને આ બંને ઉત્તરપ્રદેશના હોવાનું જાણવા મળ્યું હતું.

નોંધનીય છે કે, આ બંને ઈસમોના સમાનની તપાસ કરતા તેમના થેલામાંથી લોખંડ જેવી કોઇ ધાતુની બનાવટની મેગઝીન વાળી પિસ્ટલ (માઉઝર) પોલીસને મળી આવી હતી. ત્યારે પોલીસે કડકાઈપૂર્વક બંનેની પૂછપરછ કરતા બંને ઈસમોએ જણાવ્યું કે, ઉના ગામના જયેશ પીરૂભાઈ વાંજા (કોળી)એ આ પીસ્ટલ મંગાવી છે. અને તેઓ અહીં ડિલિવરી કરવા માટે આવ્યા છે. ત્યારે પોલીસે 25,000 રૂપિયાની પિસ્ટલ, બે મોબાઈલ ફોન અને 5,000 રૂપિયા રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને બંને ઈસમોની ધરપકડ કરી લીધી છે. તેમજ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે