IndiaNarendra Modi

ક્યાં છે અચ્છે દિન ? 6 વર્ષના તળિયે પહોંચ્યો GDP, દેશના વિકાસ પર લાગી બ્રેક…!

કોઈપણ દેશનિ આ આર્થિક વ્યવસ્થાને માપવા માટે જીડીપી વૃદ્ધિના આંકડા એ સૌથી મહત્વપૂર્ણ છે. ભારતની જીડીપી વૃદ્ધિના છેલ્લા આંકડા દર્શાવે છે કે દેશની આર્થિક સ્થિતિ સારી નથી. જીડીપીના આંકડા મુજબ દેશની આર્થિક પરિસ્થિતિ 6 વર્ષના તળિયે પહોંચી ગઈ છે. વર્તમાન નાણાકીય વર્ષ (2019-20) ના બીજા ક્વાર્ટરમાં જીડીપીનો આંકડો 4.5 ટકા પર પહોંચી ગયો છે. લગભગ 6 વર્ષમાં કોઈ પણ એક ક્વાર્ટરમાં આ સૌથી મોટો ઘટાડો છે.

મહત્વની વાત એ છે કે દેશનો જીડીપી સતત 6 ક્વાર્ટર્સથી નીચે આવી રહ્યો છે. ગયા નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં વિકાસ દર 8 ટકા હતો, ત્યારબાદ બીજા ક્વાર્ટરમાં તે ઘટીને 7 ટકા રહ્યો હતો. એ જ રીતે પાછલા નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ 6 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 8.8 ટકા હતો.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર માટે તાજેતરના જીડીપીના આંકડા એક મોટો પડકાર છે. ખરેખર, સરકાર તેની 5 વર્ષની મુદતમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાના લક્ષ્ય પર કામ કરી રહી છે. નિષ્ણાત માને છે કે આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે જીડીપી વૃદ્ધિ દર 8 ટકાથી વધુ હોવો જોઈએ.

જો કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં સરકારે દેશને આર્થિક મંદીમાંથી બહાર કાઢવા માટે ઘણા નિર્ણયો લીધા છે.સપ્ટેમ્બરમાં કોર્પોરેટ ટેક્સને 30 ટકાથી ઘટાડીને 22 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તે જ સમયે નવા રોકાણકારો માટે ઘણી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી છે. તેવી જ રીતે હાઉસિંગ સેક્ટર, બેંકિંગ સેક્ટર, ઓટો સેક્ટરની આર્થિક મંદી દૂર કરવા સરકાર દ્વારા ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ આ નિર્ણયોની આર્થિક વિકાસ દર પર વધારે અસર થશે તેવું લાગતું નથી.