જુલાઇમાં અલ નીનો આવશે! તૈયાર રહો, દુનિયાભરમાં તબાહી મચાવશે ભીષણ ગરમી
આગામી જુલાઈ મહિનામાં સમગ્ર વિશ્વને આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. અલ નીનો (El Nino) ની અસરને કારણે વિશ્વભરમાં તાપમાનમાં વધારો થવાના સંકેત દેખાઈ રહ્યા છે. વિષુવવૃત્તીય પેસિફિક મહાસાગરના ગરમ થવાની સંભાવના વધી રહી છે, જેને ‘અલ નીનો’ કહેવામાં આવે છે અને તે ઉચ્ચ વૈશ્વિક તાપમાન સાથે સંકળાયેલ છે. જેની અસર ભારત સહિત સમગ્ર વિશ્વ પર પડશે. આબોહવા વિજ્ઞાનીઓનું કહેવું છે કે આવું ફરી એકવાર અલ નીનો પરત આવવાને કારણે થશે.
અલ નીનો (El Nino)ના કારણે વૈશ્વિક તાપમાનમાં રેકોર્ડ વધારો થશે. ભારતમાં ચોમાસા પર પણ તેની અસર થવાની શક્યતા છે.યુનાઇટેડ નેશન્સ (યુએન)ના વિશ્વ હવામાન સંગઠન (WMO) એ અહેવાલ આપ્યો છે કે અલ નીનો હવે જુલાઈના અંત સુધીમાં આવી શકે છે. WMOએ એમ પણ કહ્યું છે કે જુલાઈમાં તેના આવવાની 60 ટકા અને સપ્ટેમ્બરના અંત સુધીમાં 80 ટકા સંભાવના છે. ભારતમાં ચોમાસા દરમિયાન અલ નીનોની સંભાવના 70 ટકા સુધી છે.
આ પણ વાંચો: હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ તારીખ સુધી રાજ્યમાં બન્યો રહેશે વરસાદી માહોલ
WMO ના પ્રાદેશિક આબોહવા અનુમાન સેવા વિભાગના વડા, વિલ્ફ્રાન મોફૌમા ઓકિયાએ સ્વિટ્ઝર્લૅન્ડના જિનીવામાં પત્રકારોને જણાવ્યું હતું કે, “તે સમગ્ર વિશ્વમાં હવામાન અને આબોહવા પ્રણાલીને બદલશે.” પ્રવૃત્તિ પણ સમાપ્ત થશે. 1950 પછી આ ત્રીજી વખત છે, જ્યારે ‘લા નીના’ પ્રવૃત્તિ સતત ત્રીજા વર્ષે જોવા મળી છે. ‘લા નીના’ સામાન્ય દરિયાઈ સપાટીના તાપમાન કરતાં ઠંડીના તબક્કાનો ઉલ્લેખ કરે છે.
આ પણ વાંચો: આ વર્ષનું પહેલું વાવાઝોડું “Mocha” આવી રહ્યું છે, 7 થી 11 મે સુધી આ રાજ્યોમાં એલર્ટ
હવામાન પર અલનીનોની શું અસર થાય છે : અલ નીનોની અસરને કારણે ભારત અને ઓસ્ટ્રેલિયામાં દુષ્કાળ જેવી સ્થિતિનું જોખમ વધારે છે. અલનીનોની અસર આખી દુનિયામાં જોવા મળી રહી છે, જેના કારણે વરસાદ, ઠંડી, ગરમીમાં ફરક છે.સમુદ્રની સપાટીમાં ગરમી વધવાને કારણે જળચર જીવોના જીવનને સૌથી વધુ નુકસાન થાય છે.અલ નીનોની અસરને કારણે પાકની ઉપજમાં ઘટાડો થયો છે.તાપમાનમાં વધારા સાથે, વરસાદની કટોકટી શરૂ થવાને કારણે પરિસ્થિતિ ઝડપથી બગડવા લાગે છે.