AhmedabadGujarat

હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ તારીખ સુધી રાજ્યમાં બન્યો રહેશે વરસાદી માહોલ

રાજ્યમાં ભરઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેના લીધે ખેડૂતોના હાલત ખરાબ થયા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. તેના લીધે રાજ્યમાં ગરમીની જગ્યાએ કમોસમી વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 3 થી 4 દિવસ સુધી ગુજરાતમાં હજુ પણ વરસાદી માહોલ બન્યો રહેશે. રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં ચોમાસાની જેમ જ વરસાદી માહોલ રહેશે. તેમાં પણ ખાસ કરીને રાજ્યના સૌરાષ્ટ્ર-ક્ચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર વધુ રહેશે. આ સિવાય અમદાવાદમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચો: આ વર્ષનું પહેલું વાવાઝોડું “Mocha” આવી રહ્યું છે, 7 થી 11 મે સુધી આ રાજ્યોમાં એલર્ટ

હવામાન વિભાગ દ્વારા વધુ આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે,  આગામી 3 થી 6 તારીખ સુધીમાં કચ્છ, સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદની એન્ટ્રી થશે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વાપી, નવસારી અને ડાંગની આજુબાજુના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસશે. જ્યારે મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદી માહોલ જોવા મળશે. તેની સાથે અમદાવાદમાં પણ કમોસમી વરસાદ રહેશે.

જયારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, બંગાળની ખાડીમાં થઈ રહેલા ફેરફારના લીધે વરસાદી માહોલ બન્યો છે. તેમાં પણ આ ફેરફારના લીધે વાવાઝોડાનું પણ સંકટ દેખાઈ રહ્યું છે. તેના લીધે ગુજરાતને પણ વાવાઝોડાની અસર થઈ શકે છે. જ્યારે આગામી 7 તારીખ બાદ ગુજરાતના તાપમાનમાં બે થી 4 ડીગ્રી સુધીનો વધારો થઈ શકે છે.

આ પણ વાંચો: 13 વર્ષના વરુણે ભારત માટે જીત્યા 3 ગોલ્ડ મેડલ, ભારતનું આખી દુનિયામાં કર્યું રોશન

આ પણ વાંચો: ઓટો-ટ્રકની ટક્કર, લગ્નમાંથી પરત ફરી રહેલા પરિવારના 7 સભ્યોના દર્દનાક મોત

Related Articles