SaurashtraGujaratRajkot

રાજકોટમાં પુરૂષોતમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચે ફટકારી નોટીસ, જાણો શું છે સમગ્ર મામલો?

રાજ્યમાં લોકસભાની ચુંટણીને લઈને જોરશોરથી દરેક પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે. ત્યારે રાજ્યની તમામ 26 બેઠકો પર 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાવાનું છે. એવામાં હવે રાજકોટના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાદને ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ભાજપ તરફથી પુરૂષોતમ રૂપાલા અને કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ચુંટણી લડી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, પરષોતમ રૂપાલા અને પરેશ ધાનાણીની ચૂંટણી પંચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા બંને ઉમેદવારો પાસેથી ચૂંટણી ખર્ચની વિગતો માંગવામાં આવી હતી. બંને ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ સમયસર રજૂ ન કરતા ચૂંટણી પંચ દ્વારા તેમને નોટિસ ફટકારવામાં આવી છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કરવા માટે સમયની માંગ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. પુરૂષોતમ રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ અગાઉ જસદણમાં પુરૂષોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની ફરી માફી માંગવામાં આવી હતી અને જણાવ્યું હતું કે, મારા લીધે મોદી સાહેબ સામે ક્ષત્રીય ઉભો થાય તે યોગ્ય રહેલ નથી. મારી ભૂલ હતી, મેં માફી માંગી પણ છે. ચૂંટણીમાં હાર-જીતની આ વાત રહેલ નથી. સમાજ જીવનના તાણાવાણાને સ્પર્શતો આ વિષય રહેલ છે. સમજણનો નવો સેતુ બાંધવાનો આ પ્રયાસ છે. ક્ષત્રિય સમાજ આ વિષયને રાજકારણથી દૂર રાખવામાં આવે તેવી વિનંતી છે.

તેની સાથે સોમવારના રાજકોટમાં કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણી દ્વારા મરછા નગર વિસ્તારમાં આયોજીત કોંગ્રેસની સભામાં બેફામ નિવેદન બાજી કરવામાં આવી હતી. પરેશ ધાનાણી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પટેલ અને બાપુ બંને હરખપડુદા રહેલ છે. 1995 થી ભ્રષ્ટ્રાચાર નાબુદ કરવા આપણે ભાજપનું બી વાવેલ છે. અમે પટેલીયા અને બાપુઓ હરખપદુડા થઈ દરરોજ ભાજપને 10 ડોલ પાણી પાયું છે. વર્ષ 2015 માં અમને ખ્યાલ આવ્યો હતો કે, પીઠ તૂટી ગયેલ છે. બધા સમાજનો વારો આવી ગયો બાપુ બચ્યા હતા હવે તે પણ ઝપટે ચડ્યા છે.