GujaratRajkotSaurashtra

ગુજરાત આવતા પહેલા જ બાબા બાગેશ્વરનો વિરોધ શરૂ, ડ્રગ્સ ક્યાંથી આવે છે તેવી માહિતી આપવાનો ફેંકાયો પડકાર

દેશભરમાં જાણીતા અને સૌથી ચર્ચિત બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં રાજકોટની મુલાકાત લેવાના છે. બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેમના આગમન પહેલા જ વિવાદ શરૂ થઈ ગયો છે. આગામી 1લી અને 2જી જૂનન રોજ બાબા બાગેશ્વર રેસકોર્સમાં બે દિવસીય દિવ્ય દરબાર ભરશે. જેમાં હજારો લોકો ભાગ લેશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત આગમન પહેલા જ એક કો ઓપરેટિવ બેન્કના સીઈઓએ પડકાર ફેંકતા વિવાદ સર્જાયો છે.

ઉલ્લેખનિય છે કે, બાબા બાગેશ્વર ગુજરાતના રાજકોટમાં આવી રહ્યા છે ત્યારે તેમના આગમન પહેલા જ જોરદાર વિરોધ થઈ રહ્યો છે.રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટીવ બેંકના સીઈઓ પુરસોત્તમ પીપરીયાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટથી બાબા બાગેશ્વરને પડકાર ફેંક્યો છે. જેમાં તેમણે ડ્રગ્સ ક્યાંથી આવે છે તેની બાબા બાગેશ્વર જાણકારી આપે તેવો પડકાર ફેંક્યો છે.

નોંધનીય છે કે, પુરસોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વર ડ્રગ્સની જાણકારી આપવા માટે પડકાર ફેંક્યો છે. તેમજ એમ પણ કહ્યું કે જો બાબા બાગેશ્વર આ જાણકારી આપશે તો એ પાંચ લાખ રૂપિયાનું ઇનામ પણ આપશે. પુરસોત્તમ પીપરીયાએ આરોપ લગાવ્યો છે કે બાબા બાગેશ્વર વશીકરણની વિદ્યાનો દુરૂપયોગ કરે છે અને અંધશ્રદ્ધા ફેલાવે છે. તેમણે લખ્યું છે કે જો બાબા ત્રિકાળ જ્ઞાની હોય તો ડ્રગ્સ ક્યાંથી આવે તેની જાણકારી આપે અને જો બાબા આ જાણકારી આપશે તો તે પોતે બાબા બાગેશ્વરનું મંદિર બનાવશે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે