AhmedabadGujarat

SG હાઇવે પર ફરીવાર ‘તથ્યવાળી’ થઈ જાત: કાર નો અકસ્માત થયો, ટોળું હોવા છતાં ડ્રાઈવરે કાર રિવર્સ લીધી અને…

અમદાવાદના સરખેજ-ગાંધીનગર હાઇવે પર રાત્રી ફરી એક વખત અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં ગોતા બ્રિજ પર કાર સાથે આખલો અથડાતા કારનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત ના લીધે બોનેટ નો કુચ્ચો બોલી ગયો હતો. તે દરમિયાન લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. પરંતુ લોહીલુહાણ કારસવાર વ્યક્તિ દ્વારા કારમાંથી બહાર નીકળતા સમયે કાર આગળ અને પછી રિવર્સ કરવામાં આવી હતી. જ્યારે અકસ્માતમાં આખલાનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું.

તેની સાથે તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં એસજી હાઈવેના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલ દ્વારા ભયંકર અકસ્માત સર્જવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં નવ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. એવામાં આજે વધુ એક અકસ્માત સામે આવ્યો છે.  અમદાવાદથી ગાંધીનગર તરફના રસ્તે ગોતા બ્રિજ ઉતરતા જ વધુ એક કારનો અકસ્માત સર્જાયો હતો. કાર ગોતા બ્રિજ ઉતરી રહી હતી તે સમયે અચાનક આખલો સામે આવી ગયો હતો. તેના લીધે કારે આખલાને એટલી જોરથી ટક્કર મારવામાં આવી હતી કે, આખલો ઉછળીને કારના બોનેટ પટકાયો અને પછી રોડ પર તડપીને તેનું મૃત્યુ નીપજ્યું હતું.

તેની સાથે કારને અકસ્માત સર્જાતા તેના બોનેટ નો કુચ્ચો થઈ હતો અને કારની વિન્ડશિલ્ડ કાચ કારચાલકને વાગતા તે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. અકસ્માતને લીધે ત્યાંથી પસાર થઇ રહેલા વાહન ચાલકો ઉભા રહીને ઈજાગ્રસ્ત કાર ચાલકની મદદ માટે દોડી આવ્યા હતા. તેમ છતાં કાર ચાલક કારમાંથી બહાર નીકળી રહ્યો નહોતો અને તે કારમાં બેસી રહ્યો હતો.

ત્યારે  મદદ માટે આવેલા લોકો દ્વારા કારચાલકને કહેવામાં આવ્યું કે, બહાર નિકળી જાવ તો કારચાલકે બહાર નીકળવા ના જગ્યાએ લોકોનું ટોળું ઉભેલું હોવા છતાં કાર દસ ફૂટ આગળ ચલાવી હતી. પરંતુ કાર ને નુકસાન પહોંચ્યું હોવાના લીધે કાર આગળ જઈ શકી નહોતી. જ્યારે આગળ મૃત આખલો પણ પડેલો હતો. તેના લીધે લોકોએ બુમો પાડીને કહ્યું કે કાર આગળ જશે નહીં તું બહાર આવી જ. તેમ છતાં કાર ચાલક દ્વારા કાર રિવર્સમાં લેવામાં આવી હતી.

ત્નેયાર બાદ કાર ચાલક કારની આવી ગયો અને પોતાનું નામ બળદેવ હોવાનું કહ્યું હતું. તેની સાથે ઇસ્કોન બ્રિજ પાસે આવેલ એક ખાનગી આઇટી કંપનીમાં નોકરી કરતો હોવાનું કહ્યું હતું. જ્યારે બળદેવને તેના પરિવારજનોને ફોન કરવા કહ્યું તો તેણે કહ્યું મારી પત્ની ઘરે છે પરંતુ તેને ફોન કરીશ તો તે ટેન્શનમાં આવી જશે. મારે કોઈને ફોન કરવો નથી. તે દરમિયાન હાજર લોકો દ્વારા 108 ને ઓન કરવામાં આવ્યો અને ઈજાગ્રસ્ત એમ્બ્યુલન્સ દ્વારા સોલા સિવિલ સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.