News

ભાજપની ટાઈ ટાઈ ફીસ: બહુમતના ફાંફા ફડતા દેવેન્દ્ર ફડનવીસે CM પદેથી આપ્યું રાજીનામુ

મહારાષ્ટ્રમાં લગભગ એક મહિના આબાદ ભાજપે એનસીપીના અજીત પવાર ને ખરીદી લઈને રાતોરાત સરકાર બનાવી નાખી હતી.દેવેન્દ્ર ફડણવીસે સીએમ અને અજીત પવારે ડેપ્યુટી સીએમના શપથ લઈને સૌને ચોંકાવી દીધા હતા. પણ સરકાર બનાવવા માટે ધારાસભ્યોની સંખ્યા જોઈએ છે જે અજિત પાસે હતી નથી. ભાજપને આશા હતી કે તે એનસીપીના ધારાસભ્યોને ખરીદી લેશે પણ તેનો ખેલ ઊંધો પડ્યો અને સુપ્રીમ કોર્ટે આવતીકાલ સુધીમાં જ બહુમત સાબિત કરવાનું કહ્યું.

આજે સુપ્રીમ ના ચુકાદા બાદ ભાજપના હોશ ઉડી ગયા કવે હવે બહુમત સાબિત કઈ રીતે કરીશું. ગઈકાલે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએન 162 ધારાસભ્યોનું શક્તિપ્રદર્શન જોઈને અજીત ને અંદાજો આવી ગયો કે તેની સાથે કોઈ નથી અને ફ્લોર ટેસ્ટમાં તે ફેઈલ થશે.હાલ જાણકારી મુજબ અજીતે ડેપ્યુટી સીએમ પદેથી રાજીનામુ આપી દીધું છે.

દેવેંદ્ર ફડણવીસે પણ તાબડતોડ પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને રાજીનામાની જાહેરાત કરી છે.તેમણે કહ્યું કે જનતાએ જનાદેશ આપ્યો હતો.અમે 102 સીટ સાથઈ સૌથી મોટી પાર્ટી બન્યા હતા.અમે શિવસેના સાથે સરકાર બનાવવાની કોશિશ કરી હતી.શિવસેના એ અમારી જગ્યાએ NCP સાથે વાત કરી.

શરદ પવારે અને ઉદ્ધવ ઠાકરેએ ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ અને નરેન્દ્ર મોદીને જવાબ આપી દીધો છે કે રાજનીતિમાં પવારનો “પાવર” તેમાંથી વધારે છે.