પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાને પામી ન એક યુવક દ્વારા જીવન ટૂંકાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. યુવક દ્વારા કેનાલમાં પડીને જીવન ટુંકાવવામાં આવ્યું છે. જ્યારે યુવક દ્વારા આત્મહત્યા કરતા પહેલા પ્રેમિકાના પરિવાજનોના માનસિક ત્રાસને લઈને વિડીયો બનાવવામાં આવ્યો હતો. યુવકે વિડીયોમાં જણાવ્યું હતું કે, પ્રેમિકાની સગાઈ થઈ જવાના લીધે હું આ પગલું ભરી રહ્યો છુ. વાડજ પોલીસ દ્વારા આ મામલામાં ચાર લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, પ્રકાશ વાઘેલા નામના યુવકે પ્રેમિકાને પામી શકતા ન અંતે જીવન ટુંકાવવાનો નિર્ણય લીધો હતો. વાડજમાં રહેનાર પ્રકાશ વાઘેલા પાડોશમાં રહેનાર યુવતી સાથે છેલ્લા પાંચ વર્ષ થી પ્રેમમાં હતો. પરંતુ યુવતીના પરિવારજનોએ આ પ્રેમ સંબંધનો સ્વીકાર નહોતો. તેની સાથે યુવતીના પરિવાજનો દ્વારા યુવકને માનસિક ત્રાસ આપી ધમકી પણ આપી હતી અને યુવતીની અન્ય યુવક સાથે સગાઈ પણ કરાવી દીધી હતી. તેના લીધે પ્રેમિકાને ગુમાવવાના ભયને લીધે યુવકે અંતે કંટાળીને કેનાલમાં ઝંપલાવ્યું હતું. પોતાના દીકરાના મોતથી માતા અને ભાઈ દ્વારા માંગણી કરવામાં આવી છે ગુનેગારો સજા મળે.
મૃતક પ્રકાશ વાઘેલાની વાત કરીએ તો તે રિક્ષા ચલાવીને જીવન પસાર કરતો હતો. બે વર્ષ અગાઉ પ્રકાશ અને પાડોશમાં રહેનાર યુવતીના પ્રેમ સંબંધની જાણ પરિવારને થઈ ગઈ હતી. તેના લીધે બન્ને પરિવારો વચ્ચે અવારનવાર પ્રેમ સંબંધ બાબતમાં ઝઘડા થતા રહેતા હતા. પ્રકાશના પરિવારજનો દ્વારા પ્રેમ લગ્ન કરાવવા માટે યુવતીના પરિવારજનોને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો હતો. એક જ સમાજના હોવાના લીધે પ્રેમી યુગલોના લગ્ન કરાવી દેવાની વિનંતિ પણ કરવામાં આવી હતી. પરંતુ યુવતીના પરિવાર દ્વારા યુવતીને મારી નાખીશું પરંતુ લગ્ન કરાવીશું નહીં તેવી ધમકી આપવામાં આવી હતી. બે મહિના પહેલા જ યુવતીની સગાઈ અન્ય યુવક સાથે થઈ જતા યુવક પ્રકાશ માનસિક રીતે ના ભાંગી પડ્યો હતો અને સતત તણાવમાં રહેતા હતો. એવામાં અંતે યુવકે કંટાળીને કેનાલમાં પડતું મુક્યું હતું. યુવકે આ પહેલા વિડીયો બનાવ્યો હતો જેમાં તેને જણાવ્યું હતું કે, યુવતીના પરિવારજનો દ્વારા માનસિક ત્રાસ આપવાથી હું આ પગલું ભરવા જઈ રહ્યો છું.
પોલીસ દ્વારા મૃતકના અંતિમ વીડિયોમાં કરેલા આક્ષેપના આધારે યુવતીના માતા, કાકા, કાકી અને એક મહિલા વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી ધરપકડ હાથ ધરવામાં આવી છે.