AhmedabadGujarat

ફાસ્ટટેગ કાર પાર્કિંગની સુવિધા શરૂ થઈ અમદાવાદ એરપોર્ટ પર હવે વાહન પાર્ક કરવામાં નહીં વેડફાય સમય

અમદાવાદ એરપોર્ટને સમયે સમયે વધુને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે ઝડપભેર તેનું અપડેશન કરવામાં આવી રહ્યું છે. ત્યારે હવે અમદાવાદ એરપોર્ટમાં મળતી સુવિધામાં વધુ એક ઉમેરો કરવામાં આવ્યો છે. એરપોર્ટ પર વાહન પાર્ક કરવા માટે થઈને ખૂબ હેરાન પરેશાન થવું પડતું હતું. જેને ધ્યાનમાં લઈને એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુવિધા ઉભી કરવામાં આવી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવતા લોકોને વાહન પાર્કિંગ માટે પરેશાન ના થવું લડે તે માટે થઈને ફાસ્ટંગ કાર પાર્કિંગનો અમદાવાદના સરદાર પટેલ ઇન્ટરનેશન એરપોર્ટ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સુવિધાનો ઉપયોગ ટર્મિનલ-૨ માં કરી શકશે.

ઉલ્લેખનીય છેકે, કાર પર પૂરતા બેલેન્સ સાથેનું ફાસ્ટટેગ લગાવેલ હશે તો એન્ટ્રી કે એક્ઝિટ વખતે રોકડ ચૂકવણીમાં સમય બગડશે નહિ. અમદાવાદ એરપોર્ટમાં ફાસ્ટ ટેગની સુવિધા વાહનોના ઝડપથી પ્રવેશ અને નિકાસ કરી શકે તે માટે લાવવામાં આવી છે. તેના માટે અલગથી એક જુદી લેન પણ રાખવામાં આવી છે. ફાસ્ટટેગ શરૂ થઇ જવાના કારણે વાહનો જલ્દી પાર્ક થઈ જશે અને એટપોર્ટ પર આવેલ લોકોનો સમય વેડફાશે નહીં.

નોંધનીય છે કે, એરપોર્ટ પર આવતા મુસાફરો અને તેમના સ્નેહીજનો હવેથી એરપોર્ટ પર ઝડપથી પાર્કિંગ કરી શકશે. એરપોર્ટ પર ફાસ્ટટેગની સુવિધા આવી ગઈ હોવાથી પાર્કિંગ માટેની રસીદ માટે અથવા તો પ્રવેશ કે બહાર નીકળતી વખતે પાર્કિંગ ફીની ચૂકવણી કરવામાં પહેલાની જેમ સમય વેડફાશે નહીં. જો કે, પ્રવાસીઓએ પોતાની ગાડીમાં લાગેલ ફાસ્ટટેગમાં પૂરતું બેલેન્સ રાખવું ખૂબ જરૂરી છે.