GujaratMadhya Gujarat

વડોદરા નેશનલ હાઇવે પર કારનો સર્જાયો ભયંકર અકસ્માત, એક જ પરિવારના પાંચના મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક વડોદરા નેશનલ હાઈવેથી સામે આવ્યો છે.

વડોદરા નેશનલ હાઈવે પર ગઈ કાલ રાત્રીના કન્ટેન્ટર અને કારનો ભયંકર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ ભયંકર અકસ્માતમાં એક જ પરિવારનાં પાંચ લોકોનાં કરુણ મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારનો કુચ્ચો બોલી ગયો હતો. ત્યારે અકસ્માતમાં બે ભાઈ અને બંનેની પત્નિ અનેક એક વર્ષનાં બાળકનું કરુણ મોત નીપજતા પરિવારજનોમાં શોકનું મોંજુ છવાઈ ગયો છે.

જાણકારી મુજબ, વડોદરા શહેરમાં રહેનાર પરિવાર વતનમાંથી ઘરે પર આવી રહ્યું હતું. તે દરમિયાન વડોદરાથી જાંબુવા બ્રિજથી તરસાલી તરફ પરિવાર આવી રહ્યો હતો. તે સમયે સાઈડમાં ઉભેલા કન્ટેનર પાછળ ધડાકાભેર કાર ધુસી જતા એક જ પરિવારનાં પાંચ સભ્યોનાં ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા.

આ ઘટનામાં પ્રજ્ઞેશભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, ઉર્વશીબેન પટેલ, ભૂમિકા પટેલ અને લવ પટેલ કરુણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે આ દુર્ઘટનામાં અસ્મિતા પટેલનું આબાદ બચાવ થયો છે. આ સમગ્ર મામલામાં મકરબા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં તમામ મૃતકો વડોદરાનાં આજવા રોડ પર આવેલી મધુનગરનાં રહેવાસી હોવાનું સામે આવ્યું છે.