GujaratMadhya Gujarat

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં બે વિદ્યાર્થી વચ્ચે મારામારી, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીને લઈને વિવાદ સામે આવ્યો છે. એમ. એસ. યુનિવર્સિટીમાં મારામારીની ઘટનાને લઈ વિવાદમાં સામે આવ્યો છે. યુનિવર્સિટીના એન. વી. હોલ ખાતે બે વિધાર્થીઓ વચ્ચે પટ્ટાથી મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. તેના સીસીટીવી પણ સામે આવ્યા છે. ત્યાર બાદ વિજિલન્સ પણ તાત્કાલિક દોડી આવ્યા અને આ બંને વિદ્યાર્થીઓના નિવેદનો લીધા હતા.

ઘટનાની જાણકારી મળતા જ વિજિલન્સ એન. વી. હોલ ખાતે દોડી આવ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા હતા. યુનિવર્સિટીમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ ઘટતી રહે છે. હાલમાં જ સિક્યુરિટી એજન્સીને બદલી દેવામાં આવી છે. તેમ છતાં પણ અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે યુનિવર્સિટીમાં રહેલા સિક્યુરિટીને લઈને સવાલો ઉભા થઇ રહ્યા છે. તેમ છતાં આ ઘટનામાં બંને વિધાર્થીઓ વચ્ચે અંગત કારણોસર ઝઘડો થયો હોવાની જાણકારી સામે આવી છે.

જાણકારી મુજબ, આ બંને વિધાર્થીઓ યુનિવર્સિટીની એન.વી હોસ્ટેલમાં રહી રહ્યા છે અને આર્ટસ ફેકલ્ટીમાં અભ્યાસ કરી રહ્યા છે. આ ઘટનામાં વિકાસ ઝા અને પ્રહલાદસીંગ નામના વિદ્યાર્થી વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારી થતા અન્ય વિધાર્થીઓ દ્વારા બંને વિધાર્થીઓને શાંત પાડવામાં આવ્યા હતા. આ બાબતમાં એમ.વી. હોલના વોર્ડન સહિત વિઝિલિયન્સ ટીમ તાત્કાલીક ઘટનાસ્થળ પર દોડી આવી હતી. આ બંને વિધાર્થીઓને વોર્ડન ઓફિસમાં બોલાવીને પૂછપરછ કરાઈ હતી.