GujaratAhmedabad

ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ અમદાવાદના રિવરફ્રન્ટને લઈને કરી મોટી જાહેરાત

ગુજરાત વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજુ કરવામાં આવ્યું છે. કનુ દેસાઈ દ્વારા ત્રીજી વખત વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતનું આ વખતેનું બજેટ ઐતિહાસિક છે કારણ કે આ વખતે 3,32,465 કરોડનું બજેટ રજૂ  કરાયું છે. તેના લીધે આ બજેટ પર દરેક નજર રહેલી હતી.

તેની સાથે આ બજેટમાં અમદાવાદ માટે પણ ઘણા મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે જ્યારે તેની લંબાઈ 38.2 કિલોમીટર સુધીની રહેવાની છે.

તમને જણાવી દઈએ કે, આ પ્રોજેકટના ફેઝ-1 માં 11.2 કિલોમીટરનું કામ પૂરું કરવામાં આવ્યું છે. જ્યારે ફેઝ-2 માં 5.5 કિલોમીટરનું કામ પ્રગતિ હેઠળ રહેલ છે. ફેઝ-3 માં ગિફ્ટ સિટી સામે 5 કિલોમીટર લાંબો રિવરફ્રન્‍ટ વિકસાવવાની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાશે. સરકાર દ્વારા હવે રિવરફ્રન્‍ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના ભાગરૂપે ફેઝ-4 અને ફેઝ-5 અંતર્ગત રિવરફ્રન્‍ટ વિસ્તારનો ઇન્‍દિરાબ્રિજથી ગાંધીનગર સુધી વિકાસ કરાશે. ત્યાર બાદ રિવરફ્રન્‍ટની કુલ લંબાઇ 38.2  કિલોમીટર થતાં તે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બની જશે.