VadodaraGujarat

વડોદરામાં TVS ના શો રૂમમાં લાગી ભયંકર આગ, 250 વાહનો બળીને થયા ખાખ

વડોદરાથી ભયંકર આગની ઘટના સામે આવી છે. વડોદરા સિંધવાઈ માતા રોડ પર આવેલ ટીવીએસ બાઇકના શો રૂમમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાની જાણ થતા ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ત્રણ કલાકની સખ્ત મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

આ ઘટનાને લઈને શો-રૂમ માલિક ઉજ્જવલ તલાટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શો રૂમમાં લગભગ 125 નવા બાઇક અને સ્કૂટર રહેલા હતા અને 125 બાઇક અને સ્કૂટર લોકો રિપેરિંગ માટે લાવવામાં આવ્યા હતા. એવામાં આ દુર્ઘટનામાં લગભગ 250 બાઇક અને સ્કૂટર બળીને ખાખ થઈ ગયા છે. તેના લીધે દોઢ કરોડનું નુકસાન પહોંચ્યું છે અને જ્યારે આપણે બળી ગયેલા સ્પેરપાર્ટસને સામેલ કરવામાં આવે તો લગભગ બે કરોડનું નુકસાન પહોંચ્યું છે.

તમને જણાવી દઈએ કે, પ્રતાપનગર-માંજલપુર તરફ જતા રોડ પર આવેલા ટીવીએસ શોરૂમમાં અચાનક આગ ફાટી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું તેના લીધે ફાયરવિભાગની દસ જેટલી ગાડીઓ ઘટનાશટલ પર આવી પહોંચી હતી. ત્રણ કલાકથી વધુ સમય બાદ આગ પર ફાયરવિભાગની ટીમ દ્વારા કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગના કારણે બાઈક, સ્કૂટર અને બેટરીવાળી ગાડીઓ આગની જપેટમાં આવી ગઈ હતી. અંદાજીત આ ઘટનામાં બે કરોડથી વધુ નુકસાન પહોંચ્યું છે.

ઘટનાની જાણકારી મળતા પોલીસ, વીજ પુરવઠા અને ફાયરની ટીમો દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. મકરપુરા પોલીસ સ્ટેશન અને લાલબાગ જીઇબી સ્ટાફ દ્વારા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સામે આવેલ નથી પરંતુ શો-રૂમને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે.