AhmedabadGujaratMadhya Gujarat

જો તમારી પાસે પણ ફાયર એન.ઓ.સી ના હોય તો જલ્દીથી કરાવી લો નહીં તો…

ફાયર વિભાગે આજ રોજ અમદાવાદ શહેરમાં સપાટો બોલાવી દીધો હતો. ફાયર વિભાગે આજે 15 સ્કૂલોને એક સાથે સીલ કરી દીધી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા હાઇરાઇઝ બિલ્ડીગ, કોલેજ,સ્કૂલ તેમજ હોસ્પિટલમાં ફાયર એન.ઓ.સી. મુદ્દે વારંવાર ટકોર કરવામાં આવી છે. તેમજ આ મામલે યોગ્ય કામગીરી ન કરવા બદલ ફાયર વિભાગની આકરી ટિકા પણ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં ફાયર વિભાગે ફાયર એન ઓ સી વિનાની 15 સ્કૂલ સામે પગલાં લીધા હતા. અમદાવાદ શહેરના તમામ ઝોનમાં આવેલ 15થી વધુ શાળાઓને ફાયર એન ઓ સી ના હોવાને કારણે સીલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, AMCની હદ વિસ્તારમાં આવેલ અનેક પ્રકારના બિલ્ડીંગ અને એકમોને ગુજરાત અગ્નિ નિવારણ જીવન સુરક્ષા ઉપાય તેમજ વિષયક અધિનિયમ – 2013 હેઠળ અને વિનિયમ 2014/2016 તથા સુધારા વિધાયક – 2021 અંતર્ગત ફાયર એન.ઓ.સી. મેળવીને તેને નિયત સમય મર્યાદામાં રીન્યુ કરવાના હોય છે. ત્યારે આ અનુસંધાને AMCની હદ વિસ્તારમાં આવેલ તમામ સ્કુલ બિલ્ડીંગ તરીકે ઉપયોગમાં લેવાતી જણાવેલ અલગ-અલગ એમ કુલ 15 જેટલી સ્કુલના બિલ્ડીંગના માલીક ટ્રસ્ટી/ સંચાલક/ કબ્જેદાર કે વપરાશકારને વારંવાર જાહેર અને લેખિતમાં નોટીસ તેમજ વ્યક્તિગત સ્કૂલોને પણ નોટીસ આપી હતી.

નોંધનીય છે કે, જાણ કર્યા પછી પણ તેઓએ ફાયર એન.ઓ.સી. મેળવવામા આવેલ નથી તો કેટલાકે ફાયર એન.ઓ.સી. સમય મર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં રીન્યુ કરાવેલ નથી. તેથી નીયામાનુસાર ફાયર વિભાગે આજ રોજ તેમની લીસ્ટ મુજબની અમદાવાદ શહેરની કુલ 15 જેટલી શાળાઓને ફાયર સેફ્ટીનો અમલ નહિ કરવા બાબતને લઈને સીલ કરવામાં આવેલ છે.

તમને જણાવી દઈએ કે, સીલની કાર્યવાહી ફાયર વિભાગ દ્વારા આગામી સમયમાં પણ તબક્કાવાર રીતે ચાલતી જ રહેશે . હાઇકોર્ટે નિર્દેશ કર્યા બાદ ફાયર વિભાગ હાલ તમામ એકમો પાસે ફાયર વિભાગના તમામ નિયમોનું કડકાઇપૂર્વક પાલન કરાવી રહી છે. ભવિષ્યમાં હજુ પણ કોર્ટના આદેશ અનુસાર ફાયર એન.ઓ.સી.ને લઈને કાર્યવાહી કરવામાં આવશે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે