AhmedabadGujarat

દાહોદમાં દારુ ભરેલી ગાડી રોકતા પોલીસ પર કરવામાં આવ્યું ફાયરીંગ, ગાડીને આગ પણ ચાંપવામાં આવી

રાજ્યમાં સતત ગુનાખોરી વધી રહી છે. તેને લઈને સતત જાણકારી સામે આવી રહી છે. એવામાં બુટલેગરો પણ બેફામ બન્યા છે. જાણે તેમને પોલીસનો ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે દાહોદથી એવી જ એક ઘટના સામે આવી છે. દાહોદમાં પોલીસ અને બુટલેગરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. આ દરમિયાન બુટલેગરો દ્વારા પોલીસ પર ફાયરિંગ કરવાની સાથે પોલીસની ગાડી પર આગ ચાંપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, દાહોદના સાગટાળાના કાળીયાકુવા રોડ પાસે બુટલેગરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. દારૂ ભરેલી ગાડી રોકતા બુટલેગરો દ્વારા પોલીસ પર હુમલો કરી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જવાબમાં પોલીસ દ્વારા ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશના અલીરાજપુર, કઠીવાડા અને ગુજરાતના નાની વડોઈના બુટલેગરો દ્વારા પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

જાણકારી અનુસાર, સાગટાળાના કાળીયાકુવા રોડ પાસે પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ગાડી સળગાવી દેવામાં આવી હતી. દારૂની ભરેલી ગાડી રોકવા જતા બુટલેગરો ગુસ્સામાં આવી ગયા હતા અને પોલીસ પર તેમના દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો. તેની સાથે જ બેફામ બનેલા બુટલેગરો દ્વારા પોલીસ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું  અને પોલીસની ગાડી સળગાવી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા પણ સ્વબચાવમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.