રાજકોટ અગ્નિકાંડના આરોપી TPO મનસુખ સાગઠીયાની સીલ ઓફિસમાંથી મળ્યા પાંચ કરોડ અને કરોડોનું સોનું મળ્યું
રાજકોટ ના TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલામાં સતત એસઆઈટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં SIT દ્વારા મનસુખ સાગઠીયાની ઓફીસનું સીલ તોડી તપાસ કરવામાં આવતા પાંચ કરોડ રૂપિયાની રોકડ રકમની સાથે એક કરોડથી વધુના દાગીના મળી આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, રાજકોટમાં ભ્રષ્ટ અધિકારી મનસુખ સાગઠીયા ની ઓફિસમાં SIT દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. 150 ફૂટ રિંગ રોડ પરની ઓફીસનું સીલ તોડી SIT દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન એસઆઈટી દ્વારા રૂપિયા પાંચ કરોડની રોકડ મળી આવી હતી. તેની સાથે એક કરોડથી વધુની કિંમતનું સોનું પણ પ્રાપ્ત થયું હતું. ત્યારે તપાસમાં હજુ પણ ખુલાસા થાય તેવી શક્યતાઓ રહેલી છે.
નોંધનીય છે કે, રાજકોટમાં છેલ્લા થોડા સમયથી ક્લાસ વન તરીકે ફરજ બજાવનાર તત્કાલીન ટીપીઓ સામે રાજકોટ એસીબી કચેરીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ એસીબીની ટીમ દ્વારા તાત્કાલિક એસીબીની ટીમ દ્વારા રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર આવેલ સાગઠિયા ની ઓફિસ ખાતે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. એસીબી દ્વારા ઓફીસનું સીલ ખોલી તેમાં તપાસ હાથ ધરવામાં આવતા ઓફીસ માંથી પાંચ કરોડ રૂપિયા રોકડા તેમજ કરોડોની કિંમતના સોના-ચાંદીના દાગીના મળી આવ્યા છે. આ સિવાય એસીબીને ત્રણ જેટલા બોક્સ માંથી સોનું, રૂપિયા તેમજ અનેક અગત્યના દસ્તાવેજો મળ્યા છે.