ડીસાના વેળાવાપુરા ગામમાં જમીન વિવાદમાં એક પરિવારના પાંચ લોકો પર છરી અને ધોકા વડે હુમલો, પાંચ ગંભીરરીતે ઈજાગ્રસ્ત
ડીસા તાલુકાના વેળાવાપુરા ગામમાં જમીનના ભાગલામાં પારિવારિક ઝઘડો સામે આવ્યો છે. જેમાં ત્રણ વ્યક્તિઓ દ્વારા છરી અને ધોકા વડે હુમલો કરતા ચાર મહિલા ઓ સહિત પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલમાં તમામ ઇજાગ્રસ્તો સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ડીસા તાલુકાના વેળાવાપુરા ગામમાં રહેનાર જાદવ પરિવારમાં અગાઉ જમીનના ભાગલા પાડવામાં આવ્યા હતા, પરંતુ ભાગલા બાબતમાં બંને પરિવાર વચ્ચે બોલાચાલી ચાલતી રહેતી હતી. એવામાં સવસિંગ જાદવ ઘરે રહેલા હતા તે સમયે તેઓના કૌટુંબિક રણજીતસિંહ જાદવ, મુકેશસિંહ જાદવ અને કિરણસિંહ જાદવ દ્વારા આવી બોલાચાલી કરવામાં આવી અને તેમના પર છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાના લીધે તેમના પરિવારની મહિલાઓ દોડી આવી તેમને છોડાવવા પ્રયાસ કરતા તેમના પર પણ ધોકા વડે અને છરી વડે હુમલો કરવામાં આવતા ચાર મહિલાઓ સહિત પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ઘટનાને લઈને સ્થાનિક દોડી આવતા ત્રણ હુમલો કરવામાં આવતા ત્રણ વ્યક્તિઓ દોડી આવ્યા હતા.
ઘટનાને લઈને 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તરત જ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. એમ્બુલન્સ દ્વારા ઇજાગ્રસ્ત સવસીંગ જાદવ, મલીબેન જાદવ, અસ્મિતાબેન જાદવ, સુર્યાબેન જાદવ અને ચેતનાબેન જાદવને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યારે હુમલો કરનાર રણજીતસિંહ જાદવ મુકેશસિંહ જાદવ અને કિરણસિંહ જાદવ સામે ફરિયાદ દાખલ કરવામાં આવતા ડીસા તાલુકા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.