સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું, જાણો શું છે તેના પાછળનું કારણ?
લોકસભાની ચુંટણીને લઈને દરેક પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં ગઈકાલના લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ રહેલો હતો. ત્યાર બાદ આજે ફોર્મ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. એવામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. સુરતમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. ફોર્મ રદ થતા હવે આ બાબતમાં ગુજરાત કોંગ્રેસ હાઈકોર્ટમાં જશે. ટેકેદારો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સહી તેમની રહેલી નથી. ત્યારે આ બાબતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, સુરત લોકસભા કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મને લઇ વાંધો નોંધાવવામાં આવ્યો હતો. ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશભાઈ જોધાણી દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારની સહી યોગ્ય ન હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ બાબતમાં સુરત ચૂંટણી કમિશ્નરને ફરિયાદ કરાઈ છે. હાલ ચૂંટણી કમિશ્નર કચેરી ખાતે ફોર્મ ચકાસણી શરૂ કરવામાં આવી છે. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના લિગલ સેલના વકીલો ફોર્મ ચકાસણીમાં હાજર છે. ત્યારે હવે ચાર વાગ્યાના રિટર્નિગં ઓફિસર દ્વારા તમામ ફોર્મ પર ફાઈનલ સ્ક્રુટીની કરાશે.
તેની સાથે સુરતથી કોંગ્રેસના ઉમેદવારના નિલેશ કુંભાણીના ફોર્મનો વાંધો ભાજપ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો યોગ્ય ન હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જે અંગે સુરત ચૂંટણી કમિશનરને ફરિયાદ કરાઈ હતી. હાલમાં ચૂંટણી કમિશ્નર કચેરી ખાતે ફોર્મ ચકાસણી ચાલુ કરવામાં આવી હતી. ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીના લિગલ સેલના વકીલો ફોર્મ ચકાસણીમાં હાજર રહ્યા હતા.