પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ને ઠેસ પહોંચે તે પ્રકારની ટિપ્પણી કરવામાં આવી હતી. આ મામલે શરૂ થયેલો વિવાદ હજુ પણ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. રૂપાલા એ અનેક વખત માફી માંગી છતાં ક્ષત્રિય સમાજ ની એક જ માંગ છે કે રૂપાલા ની ટિકિટ રદ્દ કરો અને બીજા ઉમેદવાર ને રાજકોટ બેઠક પર ટિકિટ આપવામાં આવે. એવામાં આ મુદ્દા પર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મને વિશ્વાસ છે કે ક્ષત્રિય સમાજ ભાજપની સાથે રહેવાનો છે. ક્ષત્રિય સમાજ ક્ષમા આપનારો સમાજ રહ્યો છે. પુરુષોત્તમ રૂપાલા દ્વારા બે વખત માફી માગી લેવામાં આવી છે. મને ચોક્કસ લાગે છે કે, ક્ષત્રિય સમાજ દ્વારા માફી આપવામાં આવશે. નાની મોટી નારાજગી વચ્ચે પણ કાર્યકરો ભાજપ સાથે રહેલા છે.
તેની સાથે પરેશ ધાનાણી ને લઈને ચાલી રહેલી અટકળો પર વિજય રૂપાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પરેશ ધાનાણીને લાભ લેવો હોય તો લઈ લે, શબ્દો યાદ રાખજો પરેશ ધાનાણી ખરાબ રીતે હારવાના છે. તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતની 26 બેઠક પર ભારતીય જનતા પાર્ટી ને કોઈપણ પડકાર રહેલ નથી. ગુજરાતમાં ત્રીજી વખત ભાજપ 26 બેઠક જીતવાની છે. જનતા તૈયાર છે, મતદાનની રાહ જોવાઈ રહી છે. તેમણે કોંગ્રેસને લઈને કહ્યું કે, કોંગ્રેસ આ મુદ્દે માત્ર રાજકીય લાભ ઉઠાવવા નું પ્રયત્ન કરી રહ્યું છે. કોંગ્રેસ ની મનશાને મતદારો સમજી ચૂકેલા છે. કોંગ્રેસ ઉમેદવાર નક્કી કરી શકતું નથી. કોંગ્રેસ ને ઉમેદવાર મળતા જ નથી. કોંગ્રેસની સ્થિતિ ખૂબ લાચારી પૂર્વકની રહેલી છે. તેની સાથે ભાજપ સ્થાપના દિવસના અવસરે આયોજીત કાર્યક્રમમાં રૂપાણી હાજર રહ્યા હતા. જ્યારે મીડિયા સાથે વાત કરતા તેમના દ્વારા રૂપાલાના વિવાદિત નિવેદન મુદ્દે વાત કરતા પરષોતમ રૂપાલા નું સમર્થન કરવામાં આવ્યું છે.