GujaratAhmedabad

પૂર્વ ડેપ્યુટી CM નીતિન પટેલે લોકસભા બેઠક પરથી દાવેદારી પરત ખેંચવા મુદ્દે આપ્યું મોટું નિવેદન

લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એવામાં ભાજપ દ્વારા લોકસભાની ચુંટણીને લઈને 15 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે મહેસાણા લોકસભા બેઠક પર પહેલા દાવેદારી કરી પછી દાવેદારી પરત ખેંચવા બાબતમાં પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉમેદવારોના નામની પ્રાથમ યાદીમાં જાહેર કરવામાં આવી છે જેમાં 15 નામો ગુજરાતની બેઠકના રહેલા છે. જ્યારે અન્ય બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવાનું બાકી રહેલ છે. જ્યારે 30 થી વધુ ઉમેદવારો દ્વારા મહેસાણાથી દાવેદારી નોંધાવવામાં આવી છે.

તેમના દ્વારા વધુમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, મહેસાણા બેઠક હજુ સુધી જાહેર કરવામાં આવી નહીં એટલે મને વિચાર આવ્યો કે, મહેસાણામાં ઉમેદવાર નક્કી ના થતા વિલબના થયેલ છે. આ બધી વિલબનાથી દૂર થવા મેં ઉમેદવારી પરત ખેંચી લીધી છે. જિલ્લા ભાજપ સંગઠનમાં એકતા જળવાઈ રહે તે કારણોસર મેં આ નિર્ણય લીધો છે. મારા શુભેચ્છકોને કેન્દ્રમાં મારા માટે અભિપ્રાય આપવામાં આવ્યો હતો.  મારા નામની દરખાસ્ત પણ કરાયેલ હતી. પરંતુ આટલા બધા નામ જોતા મને થયું કે, મારે મારું નામ પરત ખેંચી લેવું જોઈએ. તેની સાથે આ તમામ જાણકારી તેમને સોશિયલ મીડિયા મારફતે બધાને કરી હતી. મેં કોઈના ભલામણથી આ કરેલ નથી. ગઈકાલના નિર્ણય કરી નામ પરત ખેંચવાનો મેં નિર્ણય લીધો હતો.