GujaratMadhya Gujarat

કૂતરું આડે આવતા સર્જાયો ભયંકર અકસ્માત, પૂર્વ ઇન્ટરનેશનલ ખો-ખો ખેલાડી નિલેશ સપકાળનું મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત વડોદરા શહેરથી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરાના કારવણ અને ડભોઇના રસ્તા વચ્ચે કુતરું  આડે આવતા બાઈક સ્લીપ થઈ જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પાછળ બેઠેલા પૂર્વ ઇન્ટરનેશનલ ખો-ખો ખેલાડી નિલેશ સપકાળ નું સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. તે રીકવરીના કામ માટે ડભોઈ જઇ રહ્યા તે સમયે આ અકસ્માત સર્જાયો હતો. આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, નિલેશ સપકાળ અને આર.બી.ફુલવાલા બંને ખાનગી બેંકમાં રીકવર નું કામ કરી રહ્યા હતા. બંને લોકો સોમવારના એટલે 24 તારીખના રોજ ડભોઈ તાલુકાના કારવણ થી ડભોઇ નગરમાં રસ્તા તરફ જઈ રહ્યા હતા તે સમયે અચાનક રસ્તામાં કૂતરું આવી જતાં બાઇક ચલાવનાર આર.બી. ફૂલવાલાએ બાઈક પરથી કાબૂ ગુમાવી દીધો હતો. તેના લીધે બાઈક સ્લીપ થઇ જતાં ફૂલવાલા અને બાઈક પાછળ બેઠેલા નિલેશ સપકાળ રસ્તા પર પટકાયા હતા. તેના લીધે બંનેને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.

ત્યાર બાદ બંને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ બંનેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં નિલેશ સપકાળ નું આજે વહેલી સવારના સારવાર દરમિયાન મોત કરૂણ મોત નીપજ્યું હતું.  તેના લીધે સપકાળ ના પરિવારમાં અને ખોખોના ખેલાડીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મૃતક નિલેશ સપકાળની વાત કરીએ તો તે પૂર્વ ઇન્ટરનેશનલ ખો-ખો ખેલાડી રહી ચુક્યા હતા. હાલમાં આ મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, નિલેશ સપકાળ ખો-ખોની રમતમાં નિષ્ણાત ખેલાડી હતા. તેમને યુથ સર્વીસ સેન્ટર પોલો ગ્રાઉન્ડ ખાતે ખો-ખોની ટ્રેનિંગ લીધી હતી. તેમનું બે વખત રાષ્ટ્રીય ખો-ખો ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હૈદરાબાદ ખાતે રમાયેલી આફ્રો-એશિયન ઇન્ટરનેશનલ સ્પર્ધામાં તેમના દ્વારા ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું.