બાલાસિનોરમાં પાર્કિંગના મુદ્દે સીઆરપીએફ જવાન પર ચાર ઈસમોએ કર્યો હુમલો
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે ગુનેગારોને કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આવી જ એક બાબત બાલાસિનોર થી સામે આવી છે. બાલાસિનોર તાલુકામાં નગરના રાજપુરી દરવાજા નજીક શાકભાજી લેતા સમયે મોટર સાઇકલ પાર્કિંગ મુદ્દે બોલાચાલી થતા ચાર ઈસમો દ્વારા હુમલો કરી નિવૃત્ત જવાન ને માર મારી ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા હતા. આ મામલામાં ચાર ઈસમો સામે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, બાલાસિનોર તાલુકાના ભાથલા ગામના સીઆરપીએફ માંથી તાજેતર માં નિવૃત બળવંતસિંહ સુખાભાઈ સોલંકી દ્વારા નગરના રાજપુરી દરવાજા પાસે શાકભાજી લેવા માટે ગયા હતા. એવામાં તેમને એક જગ્યા પર મોટરસાયકલ પાર્ક કર્યું હતું. તે દરમિયાન બાલાસિનોરના ભોઈવાળા વિસ્તારમાં રહેનાર સમીર ઉર્ફે સોમા બાબુ મહેરા તેમનું એક્ટિવા લઈને નિવૃત જવાન પાસે આવીને કહેવા લાગ્યા કે,તે કેમ અમારા રસ્તા પર બાઈક પાર્ક કર્યું તેમ કહીને ગાંડી ગાળો બોલવા લાગ્યા હતા. તેની સાથે તેમના દ્વારા ફોન કરી અન્ય ઈસમો પૈકી સોનું મહેરા, નિર્મલ ગિરીશ મહેરા, જીજ્ઞોશ સુભાષ મહેરાને બોલાવી લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ પાવડાના દસ્તા લઈને આવીને હુમલો કરતા નિવૃત્ત જવાન ને માથાના ભાગમાં તેમજ મોઢાના ભાગ ઈજા પહોંચી હતી. જ્યારે નિવૃત્ત જવાન લોહી નીકળતા ચારેય આરોપી ઓ ભાગી ગયા હતા. ત્યાર બાદ નિવૃત જવાન રીક્ષા મારફતે સરકારી દવાખાને સારવાર માટે પહોંચ્યા હતા.
ઘટનાની જાણકારી મળતા બાલાસિનોર ટાઉન પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર તાત્કાલિક પહોંચી આવી હતી. ત્યાર બાદ નિવૃત જવાનની ફરિયાદ આધારે ચાર આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી આરોપીની અટકાયત કરવા તપાસ હાથ ધરી હતી. બાલાસિનોર રાજપુર દરવાજા પાસે નિવૃત જવાનને મારમારવાના કેસના મુખ્ય આરોપી સમીર ઉર્ફે સોમા બાબુ મહેરા બાલાસિનોર નગર વિસ્તારમાં નામચીન બુટલેગર પૈકીનો એક બુટલેગર છે જે રાજપુર અને સાકરીયા રોડ પર આવેલા નીલગીરી ઓના ખેતરમાં દારૂ વેચતો હોવાનું સામે આવ્યું છે.