GujaratMadhya Gujarat

વડોદરામાં કચરાની ગાડી નીચે આવી જતા ચાર વર્ષની બાળકીનું મોત, ગાડી રિવર્સ લેતા માસૂમ બાળકી ગાડી નીચે આવી ગઈ

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત વડોદરાથી સામે આવ્યો છે.

વડોદરામાં મહાનગરપાલિકાના વાહન દ્વારા માસુમ બાળકીનો જીવ લેવામાં આવ્યો છે. વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલક દ્વારા ચાર વર્ષની બાળકીને કચડી નાખવામાં આવતા બાળકીનું મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાથી બાળકીના પરિવારજનોમ શોકનું મોંજુ ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા જલારામનગર-2 માં આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલક દ્વારા બેદરકારી પૂર્વક વાહન ચલાવનાર ચાર વર્ષની બાળકી નેન્સી દેવીરાજને કચડી નાખવામાં આવી હતી. સોસાયટીમાં કચરો લેવા આવેલી ગાડીના ચાલક દ્વારા સ્પીડમાં રિવર્સ લેતા દરમિયાન બાળકીને કચડી નાખવામાં આવી હતી. ઘટના સર્જાતા જ સ્થાનિક લોકોનું ભેગા થઈ ગયા હતા.

સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા કારેલીબાગ પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં બાળકીનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટનાને લઈને સ્થાનિક લોકોની સાથે પરિવારજનો દ્વારા ગાડીના ચાલકની વહેલામાં વહેલી તકે ધરપકડ કરવામાં આવેની માંગ કરવામાં આવી છે.