ભાવનગરના મહુવા તાલુકાની માલણ નદીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. મહુવા તાલુકાની માલણ નદીમાં ચાર યુવકો ડૂબી ગયા હોવાનું સામે આવ્યું છે. નાના જાદરા ગામ પાસેથી પસાર થતી માલણ નદીમાં ચાર યુવાનો ડૂબ્યા છે, જેમાંથી બેના મૃતદેહ મળી આવ્યા છે. બીજી તરફ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. રૂપાવટી ગામેથી કામ અર્થે નાના જાદરા ગામે આવેલા હતા. બપોરના સમયે નદીએ નાહવા જતા સમયે ચારેય યુવાનો ડૂબી ગયા હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે ગુમ થયેલા અન્ય બે યુવાનોની તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણકારી મુજબ, ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની માલણ નદીમાં ચાર યુવાનો ડૂબી ગયા હતા. મહુવાના નાના જાદરા લખુપરા વચ્ચે આવેલ નદીમાં ન્હાવા પડેલા ચાર લોકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેમાં પણ રૂપાવટી ગામના ચાર યુવાનો પાણીમાં ડૂબ્યા છે જેમાંથી 3 સગા ભાઈઓ રહેલા છે. મકાનના બાધકામ માટે આવ્યા હતા તે દરમિયાન માલણ નદીમાં ન્હાવા પડતા ચાર યુવાનો ડૂબી ગયા હતા.
તમને જણાવી દઈએ કે, હાલમાં બે લોકોના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે. ડૂબેલા તમામ લોકો મહુવાના રૂપાવટી ગામના રહેલા છે. હાલમાં તરવૈયાઓ દ્વારા અન્ય બે યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.