Gandhinagar

ગાંધીનગર ને મળ્યા મહિલા મેયર, મીરાબેન પટેલ બન્યા ગાંધીનગરના નવા મેયર

ગાંધીનગર મનપાના નવા મેયરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેમકે ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવી રહેલા નવા મેયરની જાહેર કરી દેવામાં આવી છે. ગાંધીનગરના નવા મેયર મીરાબેન પટેલ બન્યા છે. મીરા પટેલ વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર રહેલા છે. તેની સાથે મેયર સિવાય અન્ય હોદ્દેદારોની પણ પસંદગી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, ગાંધીનગરને નવા મેયર તો એપ્રિલમાં મળી જવા જોઈતા હતા. પરંતુ લોકસભાની ચૂંટણી અને નવી સરકારની શપથવિધિના લીધે સામાન્ય સભા મુલતવી રખાઈ હતી. ગયા અઠવાડિયાના સામાન્ય સભામાં નવા મહિલા મેયર નક્કી થવાના હતા પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહની વ્યસ્તતાને લીધે નામો નક્કી થઈ શક્યા નહોતા. તેના લીધે સામાન્ય સભા મુલતવી રખાઈ હતી. અંતે આજે આ સસ્પેન્સ પરથી પડદો ઉઠી ગયો અને નવા મેયરના નામની જાહેરાત કરી દેવાઈ છે. આ સાથે જ ડેપ્યુટી મેયરના નામની પણ જાહેરાત કરી દેવાઈ છે.

તમને જણાવી દઈએ કે, મીરાબેન પટેલની મેયર તરીકે નિમણુંકતા કરવામાં આવી છે જયારે ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર-1 નાં નટવરજી ઠાકોરની પસંદગી કરાઈ છે. ગઈ કાલ મોડી સાંજના શરૂ થયેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પણ રાત સુધી સસ્પેન્સ યથાવત રહ્યો હતો. ત્યારે આજે મળેલી સામાન્ય સભામાં સંગઠન દ્વારા સીધું જ મેન્ડેટ મોકલી આપવામાં આવતા સૌના આશ્ચર્ય વચ્ચે મેયર તરીકે મીરા પટેલની વરણી કરાઈ છે. મીરા પટેલ વોર્ડ નંબર 10 ના કાઉન્સિલર રહેલા છે. ડેપ્યુટી મેયર તરીકે નટવરજી મથુરજી ઠાકોરની વરણી કરાઈ છે.

મેયર તરીકે – મીરાબેન પટેલ

ડેપ્યુટી મેયર તરીકે  – નટવરજી ઠાકોર (વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર છે નટવરજી ઠાકોર)

દંડક તરીકે – સેજલબેન કનુભાઈ પરમાર