AhmedabadGujaratMadhya Gujarat

અમદાવાદમાં 22 વર્ષીય યુવતીનો મૃતદેહ મળ્યો, પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી

અમદાવાદના વાડજમાં વ્રજ એપાર્ટમેન્ટમાં રહેતી વિધાર્થિનીની લાશ મળી આવી છે. દામિની મિશ્રા નામની 22 વર્ષની યુવતી ની લાશ તેના ઘરની પાસે આવેલા પિતાના ગોડાઉનમાં મળી હતી.તે પિતાના ગોડાઉનમાં ગઈ હતી પણ લાંબા સમય પછી પણ પાછી ન આવી.બાદમાં પરિવારજનોએ તપાસ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

દામિની નો મૃતદેહ મળી આવતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીએ આઘાત કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. દામિનીનો મૃતદેહ જોતા જ પરિવારજનોએ પોલીસને બોલાવી હતી.

દામિની ગઇકાલે ઘરેથી કહીને પોતાના ગોડાઉન કે જે તેનું જૂનું ઘર છે ત્યાં ગઈ હતી. એ મકાન પોતાના ઘરથી સામે જ છે અને પિતાનું ગોડાઉન છે.પરિવારજનો જમવા માટે દામિનીને બોલાવવા ગયા તો દામિની નો મૃતદેહ જોયો હતો.પોલીસના જણાવ્યા મુજબ દામિનીએ આપઘાત કર્યો હોઈ શકે પણ પરિવારજનોએ હત્યા થઇ હોવાનું અનુમાન લગાવ્યું છે.

પોલીસ હાલ તપાસ કરી રહી છે કે જો હત્યા ન થઇ હોય તો દામિનીએ આપઘાત ક્યાં કારણોસર કર્યો હશે? જણાવી દઈએ કે દામિની બી.કોમના ત્રીજા વર્ષમાં કોલેજમાં અભ્યાસ કરતી હતી. વધુ ખુલાસા પોલીસ તપાસ બાદ જ થઇ શકે છે.