AhmedabadGujarat

કોરોનાને લઈને અમદાવાદીઓ માટે મોટા રાહતના સમાચાર,

સૌથી વધારે છે,તમને જણાવી દઈએ કે રાજ્યના ટોટલ કેસોમાં મોટાભાગના કેસો ફક્ત અમદાવાદનાં જ છે. ત્યારે આ દરમિયાન જ અમદાવાદીઓ માટે થોડાક અંશે રાહતના સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ગઈ કાલે 454 જેટલા દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. જેમાંથી અમદાવાદમાં જ સૌથી વધુ 381 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આ પછી બીજા નંબરે વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 21 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.

આરોગ્ય વિભાગે આપેલા આંકડા મુજબ વાત કરીએ તો અમદાવાદમાં કુલ 381 જેટલા કોરોનાના દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે તેની સામે ગઈ કાલે 247 જેટલા નવા કેસ નોંધાયા હતા.આ નવા નોધાયેલા કોરોનાના કેસ એ સાજા થયા તે દર્દીઓની સરખામણીમાં ઘણા ઓછા છે. સાથે સાથે એ પણ ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં કોરોનાના દર્દીઓ મોટી સંખ્યામાં સ્વસ્થ થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. જેને કારણે ગુજરાતમાં દર્દીઓના રીકવરી રેટમાં પણ હવે મોટો ફેરફાર જોવા મળ્યો છે.

તો બીજી બાજુ વાત કરીએ તો ગત 27મીએ રાજ્યમાંથી કુલ 410 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જેની સામે 376 જેટલા નવા કેસ નોંધાયા હતા. એમાં પણ વાત કરીએ તો અમદાવાદમાં જ સૌથી વધુ 327 જેટલા લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 26મી મેના રોજ 503 જેટલા દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. એમાં પણ ફક્ત અમદાવાદમાં જ 436 લોકો કોરોનામુક્ત બન્યા હતા. આમ, અહી સીધી રીતે જાણી શકાય છે કે 26મી મેના રોજ ગુજરાતનો રીકવરી રેટ 48.13 ટકા થયો હતો. આ રીકવરી રેટમાં પણ હવે વધારો જોવા મળી રહ્યો છે.