ગુજરાતી ગીત “ચાર ચાર બંગડીવાળી ગાડી” કેસમાં ફસાયેલ સિંગર કિંજલ દવેને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંથી તેમને મોટી રાહત આપવામાં આવી છે. કેમકે સિવિલ કોર્ટમાં કિંજલ દવે આ કેસ જીતી ગઈ હોવાનું સામે આવ્યું છે. છે. કિંજલ દવેના આ કેસના એડવોકેટ પ્રતિક ચૌધીર અને જતીન ત્રિવેદી દ્વારા નામી ચેનલને જણાવવામાં આવ્યું છે કે, કિંજલ દવેને “ચાર ચાર બંગડી વાળી ગાડી” ગીત ગાતા રોકવા માટે રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી. નામની કંપની દ્વારા અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંની કોમર્શિયલ કોર્ટમાં કોપીરાઇટનો કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો. આ કેસ કિંજલ દવે દ્વારા સિવિલ કોર્ટમાં જીતી લેવામાં આવ્યો છે.
આ કેસને લઈને વકીલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘ચાર ચાર બંગડી વાળી ગાડી ગીતના કોપીરાઇટના હક્કો તેમને કાર્તિક પટેલ પાસેથી ખરીદેલા છે અને તે ગીતના કોપીરાઇટના હક્કો તેમની પાસે રહેલા છે. તેની સાથે ગીત તેમની રજા પરવાનગી વગર કિંજલ દવે કે અન્ય કોઈપણ વ્યક્તિ ગાઈ શકે નહીં કે કોઈપણ કંપની કે વ્યક્તિ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર મૂકી શકે નહીં તેવી દાદ માંગવામાં આવી હતી. પરંતુ તે હક્કો અમદાવાદ સિટી સિવિલના કોમર્શિયલ કોર્ટ સમક્ષ કેસમાં રેડ રીબોન એન્ટરટેઇમેંટ પ્રા. લી. પોતાના જણાવેલા ગીતના કોપીરાઇટના હક્કો સાબિત કરી શક્યા નથી. તેના લીધે કોર્ટે તેમના દ્વારા કિંજલ દવે સામે કરેલ કોપીરાઇટનો કેસ ખર્ચ સાથે રદ બાતલ કરી કાઢી નાખવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, લોકગાયિકા કિંજલ દવે પર ‘ચાર ચાર બંગળી વાળી; ગાડી ગીત કોપી કરવાનો આરોપ લાગ્યો હતો. તે કેસ થયા બાદ કોર્ટ આ ગીત ન ગાવવાનું જણાવવામાં આવ્યું હતું, પરંતુ છતા કિંજલ દવે આ ગીત ગાવવામાં આવ્યું હતું. આ મામલામાં કિંજલ દવેને કોર્ટમાં માફી પણ માંગવામાં આવી હતી. તેમ તાં કોર્ટ દ્વારા કિંજલની માફી ન સ્વીકારીને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ મુદ્દે કિંજલને 1 લાખ દંડ ચૂકવવાનો પણ વારો આવ્યો હતો. તેમ છતાં હવે કિંજલ દવે સિવિલ કોર્ટમાં કેસ જીતી ગઈ છે.