GujaratRajkotSaurashtra

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલા માટે આવ્યા સારા સમાચાર….

રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં તેમના માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. પુરુષોત્તમ રૂપાલા સામે રણચંડી બનેલી ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા ફોર્મ નહીં ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ફોર્મ ભરશે નહીં. આ બાબતમાં ક્ષત્રિય સમાજના આગેવાન હેતલબા વાઘેલા દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજકોટમાં 200 + ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. 14 તારીખ સુધીમાં 50 % ડોક્યુમેનટેશન પણ પૂર્ણ થઈ ગયા હતા. ફંડ પણ એકત્રિત કરી લેવામાં આવ્યું હતું. પરંતુ પરેશ ધાનાણી દ્વારા ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવતા અમે અમારા જવતલિયા ભાઈ સાથે રહેલ છીએ.

પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ બે વખત માફી માંગવામાં આવી હોવા છતાં ક્ષત્રિય સમાજ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો છે. તેની સાથે પુરુષોત્તમ રૂપાલાની ટિકીટ રદ ન થાય તો રાજકોટની બેઠક ઉપર ક્ષત્રિય સમાજ દ્વારા 400 ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. ક્ષત્રિય સમાજ દ્વારા 400 ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત સામે 180 જેટલા ફોર્મ પણ ઉપાડવામાં આવ્યા હતાં. પરંતુ આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા એક પણ ફોર્મ ભરવામાં ન આવતા ભારે આશ્ચર્ય થયો હતો. ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા સામે આંદોલન ચાલુ જ રાખવામાં આવ્યું છે અને તા.19 મી સુધીમાં ફોર્મ પરત ખેંચશે નહીં તો 20 મીથી આંદોલન પાર્ટ-2 શરૂ કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.